________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
પોતાની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. મુનિ ભગવંતોએ પ્રેમચંદને પહેલાં સ્વાધ્યાય કરવા અને સાથે રહેવા કહ્યું જેથી એની યોગ્યતાનો પોતાને ખ્યાલ આવે. થોડા દિવસના રહેવાથી જ પ્રેમચંદમાં સ્વાધ્યાય, તપ, વિનય, વૈયાવચ્ચ વગેરેના ઉત્તમ ગુણો પ્રગટ થવા લાગ્યા. ત્યારે પંદર વર્ષની એમની ઉંમર હતી.
પરંતુ આ બાજુ પ્રેમચંદનાં માતાપિતાને ચિંતા થઈ કે શત્રુંજયની જાત્રા કરવા નીકળેલા પ્રેમચંદને આટલા બધા દિવસ કેમ લાગ્યા ? ભગવાનજીભાઈ તપાસ કરવા પાલિતાણા આવ્યા અને ત્યાંથી ખબર મળ્યા એટલે ઘોઘા આવ્યા. તેઓ પ્રેમચંદને પાછા વ્યારા લઈ ગયા. પરંતુ પ્રેમચંદના દિલમાં દીક્ષા લેવાનું બીજ હવે બરાબર વવાઈ ગયું હતું.
વ્યારામાં પ્રેમચંદ ઘર અને દુકાન સંભાળતા, પરંતુ એમાં એમનો જીવ લાગતો નહોતો. ઘર છોડીને ભાગી નીકળવાની તેઓ તક શોધતા હતા. એમ કરતાં કરતાં લગભગ બે વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ એવું થયું કે ઘરનાં બધાંને સગાનું મૃત્યુ થતાં પ્રસંગવશાત્ બહારગામ જવાનું થયું. પ્રેમચંદ એકલા જ ઘરે હતા. એમને લાગ્યું કે ઘર છોડીને જવાની આ એક સારી તક છે. સૂરતથી પાલિતાણા ટ્રેનમાં કેવી રીતે જવાય એનો તો અનુભવ એમને હતો. હવે સવાલ રહ્યો વ્યારાથી સૂરત જવાનો. એમાં વાર ન લાગવી જોઈએ. એટલે મન મક્કમ કરીને ગામમાં કોઈને ખબર પડે તે પહેલાં વહેલી સવારે તેઓ નીકળી ગયા અને આખો દિવસ પગે ચાલીને, સાંજ સુધીમાં ૪૫ કિલોમીટરનું અંતર કાપીને તેઓ સૂરત પહોંચી ગયા. ત્યાંથી ટ્રેન પકડી બીજા બે દિવસમાં પાલિતાણા પણ પહોંચી ગયા. સદ્ભાગ્યે પૂ. વીરવિજયજી અને પૂ. દાનવિજયજી ત્યારે પાલિતાણામાં જ બિરાજમાન હતા.
પ્રેમચંદની દીક્ષા માટેની ઉત્કટ લગની અને યોગ્યતા પારખીને બંને મુનિવરોએ સત્તર વર્ષના આ યુવાનને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે વિ.સ. ૧૯૫૭ના કારતક વદ ૬ના રોજ સિદ્ધગિરિની શીતલ છાયામાં પ્રેમચંદને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ ‘પ્રેમવિજય' રાખવામાં આવ્યું. એમને પૂ. દાનસૂરિજીના શિષ્ય તરીકે જાહે૨ ક૨વામાં આવ્યા. દીક્ષા પછી પૂ. પ્રેમવિજયજીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી પોતાના ગુરુ મહારાજના કુલ પાંચ શિષ્યો ન થાય ત્યાં સુધી ફેરીનો ત્યાગ કરવો. પરંતુ થોડા વરસમાં જ પાંચ શિષ્યો થઈ ગયા.
Jain Education International
૪૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org