________________
પ્રભાવક સ્થવિરો
કરાવતા. એમના શિષ્યો દિવસમાં દસ-પંદર કલાક સ્વાધ્યાય કરતા. મહારાજશ્રીએ પહેલાં અમુક સમયમર્યાદા માટે અને પછી જીવન પર્યત મિઠાઈ, સૂકો મેવો, ફળ વગેરેનો ત્યાગ કર્યો હતો. પછી એક જ વખતની ગોચરી અને તેમાં પણ રોટલી અને દાળ અથવા શાક એમ બે જ દ્રવ્યનો નિયમ લીધો હતો.
વિ. સં. ૧૯૯૨માં પૂ. મહારાજશ્રીના ગુરુભગવંત પ. પૂ. શ્રી દાનસૂરીશ્વરજીએ પાટડીમાં દેહ છોડ્યો એ સમાચાર તેઓને માતરમાં મળ્યા ત્યારે ભારે આઘાત લાગ્યો. સતત સાથે વિચરનારનો અંતિમ સમયે જ વિયોગ થયો. હવે સમુદાયની જવાબદારી પોતાને શિરે આવી. ત્યારપછી પૂ. મહારાજશ્રી વિહાર કરતા મુંબઈ પધાર્યા. વિ. સં. ૧૯૯૨માં પૂ. શ્રી રામવિજયજીને આચાર્યની પદવી આપવામાં આવી અને એમનું નામ રાખવામાં આવ્યું વિજયરામચંદ્રસૂરિજી. મુંબઈના ઇતિહાસમાં આ એક મોટી ઘટના હતી.
મુંબઈમાં તેઓએ ત્રણ ચાતુર્માસ કર્યા. ત્યાર પછી પૂ. મહારાજશ્રીએ મહારાષ્ટ્ર બાજુ વિહાર કર્યો અને પૂના, નિપાણી, સાંગલીમાં ચાતુર્માસ કરી તથા આસપાસનાં નગરોમાં વિહાર કરી એ તરફ પણ દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે શાસન પ્રભાવનાનાં મહત્ત્વનાં કાર્યો કર્યા. કેટલાક અજૈન યુવાનોએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યો અને કોઈકે તો એમની પાસે દીક્ષા પણ લીધી. જીવોને પ્રતિબોધ પમાડી સંયમમાર્ગે વાળવાની તેમનામાં વિશિષ્ટ લબ્ધિ હતી.
મહારાષ્ટ્રમાંથી પાછા મુંબઈ પધાર્યા ત્યારે મુંબઇમાં એમણે વિ. સં. ૧૯૯૮માં જે ઉપધાન તપ કરાવ્યાં તેમાં ઘણાં શ્રાવક-શ્રાવિકો જોડાયાં હતાં. એની માળના પ્રસંગે જે ત્રણ માઈલ લાંબી શાનદાર શોભાયાત્રા નીકળી હતી (આ લખનારે નજરે જોઈ હતી) તે અભૂતપૂર્વ હતી. ત્યાર પછી આજ દિવસ સુધીમાં એવી શોભાયાત્રા નીકળી નથી.
મુંબઈ પછી પૂ. મહારાજશ્રીએ ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ-ગિરનાર, માંગરોળ, નાર (ચરોતર) વગેરે સ્થળે વિચરી પિંડવાડામાં ચાતુર્માસ કર્યું. પૂ. મહારાજશ્રીના સંસારી પિતા શ્રી ભગવાનજીભાઈ પણ પિંડવાડામાં હતા અને પોતાના પુત્રનો આધ્યાત્મિક ઉત્કર્ષ જોઈને અને ધર્મપ્રભાવનાના એમનાં કાર્યો નિહાળીને પરમ હર્ષ અને સંતોષ અનુભવ્યો હતો. રાજસ્થાનમાં પણ દીક્ષા, પદવી, યાત્રા-સંઘ ઇત્યાદિની પ્રવૃત્તિઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org