________________
૪૮૦
પ્રભાવક સ્થવિરો
તે પ્રેમચંદ સામે ટીકી ટીકીને જતો હતો. ત્યારે પિતાજી ભગવાનજીભાઇએ પ્રશ્ન કરતાં બાવાએ કહ્યું હતું કે આ છોકરાની મુખાકૃતિ પરથી લાગે છે કે તમારો પુત્ર કોઈ મોટો માણસ થશે; પ્રાય: ત્યાગી મહાત્મા થશે. બાવાની એ આગાહી સાંભળ્યા પછી કિશોર પ્રેમચંદ ત્યાગ-વૈરાગ્યની વિચારધારાએ વારંવાર ચડી જતા.
વ્યારા જેવા નાના ગામમાં એક વખત એક મુનિભગવંત પધારેલા અને શત્રુંજય તીર્થની કોઈ પર્વતિથિ નિમિત્તે એ તીર્થનો મહિમા વ્યાખ્યાનમાં વર્ણવેલો. ત્યારથી પ્રેમચંદને શત્રુંજયની યાત્રાની તાલાવેલી લાગેલી. એમણે ત્યાં જવા માટે પિતાજીને વારંવાર કહેલું, પણ કિશોરવયના પ્રેમચંદને એકલા મોકલવા તેઓ તૈયાર નહોતા. એ દિવસોમાં ટ્રેનની સગવડ ઓછી હતી. આખા દિવસમાં એક ટ્રેન આવે ને જાય. વળી બે-ત્રણ સ્ટેશને ગાડી બદલવાની. વ્યારાથી પાલિતાણા પહોંચતાં બે દિવસ લાગી જાય, સાદી ટપાલ સિવાય બીજો કોઈ સંપર્ક નહિ. રેલ્વે રિઝર્વેશનની પ્રથા નહિ. મુસાફરો એટલા ઓછા કે જરૂર પણ નહિ. એટલે પાછા ફરવાની તારીખ નિશ્ચિત નહિ. વળી જાત્રા એટલે બેચાર દિવસ વધુ પણ લાગી જાય.
ભગવાનજીભાઈએ એક વખત કોઈ સંગાથ જોઈને પ્રેમચંદને પાલિતાણા મોકલ્યા. એક ધર્મશાળામાં ઉતરીને પ્રેમચંદે સિદ્ધાચલની યાત્રા જિંદગીમાં પહેલીવાર કરી અને આ મહાતીર્થથી એકદમ પ્રભાવિત થઈ ગયા. અઠ્ઠમ કરીને જાત્રા થાય તો વિશેષ લાભ થાય છે એવો એનો મહિમા જાણીને અઠ્ઠમ સાથે જાત્રા કરી. ડુંગર પર ચડતાં-ઊતરતાં સાધુ-સાધ્વીનાં દર્શન કરીને તેમણે કૃતાર્થતા અનુભવી. દરમિયાન પોતાને એક મુનિ મહારાજનો સંપર્ક થયો. એમનું નામ સિદ્ધિમુનિ હતું. એમની પાસેથી પ્રેમચંદને ઘણું જાણવા મળ્યું. પાલિતાણાના આ પરિચયથી પ્રેમચંદને એમની પાસે દીક્ષા લેવાના ભાવ થયા. પરંતુ મહારાજે કહ્યું કે પોતાનો એવો અભ્યાસ નથી, પણ જો દીક્ષા લેવી હોય તો ઘોઘામાં બિરાજમાન પ.પૂ. શ્રી વીરવિજયજી મહારાજ (પૂજાની સુપ્રસિદ્ધ ઢાળોના રચયિતા શ્રી વીરવિજયજી તે જુદા) અને એમના શિષ્ય પૂ. શ્રી દાનવિજયજી છે. દીક્ષા લેવી હોય તો એમની પાસે લેવી જોઈએ.
પ્રેમચંદ પાલિતાણાથી ઘોઘા ગયા. ત્યાં પહોંચી બંને મુનિ ભગવંતોને મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org