________________
[૧૮] શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
તાજેતરમાં વૈશાખ વદ ૧૧ ને દિવસે જેમની સ્વર્ગારોહણ તિથિ ઉજવાઈ ગઈ એ પ. પૂ. સ્વ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા એવા એક મહાન જૈનાચાર્ય હતા, જેમના ત્રણસોથી અધિક શિષ્યપ્રશિષ્ય આજે પણ વિચરે છે. વસ્તુતઃ ૫. પૂ. સ્વ. પ્રેમસૂરિદાદા આખી સદી ૫૨ છવાઈ ગયા હતા. એમના જીવનની વિગતો જ્યારે જાણીએ છીએ ત્યારે ઉચ્ચતમ કોટિના એક મહાન જૈન પ્રભાવક આચાર્ય ભગવંત કેવા હોય એની વિશિષ્ટ ઝાંખી થાય છે.
પોતાના પ્રથમ પટ્ટશિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. સ્વ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ શ્રી ચંદ્રશેખરજી મહારાજ વગેરે સંખ્યાબંધ ધુરંધર શિષ્યોને અને બીજા અનેક નામાંકિત પ્રશિષ્યોને ઘડવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એના ઉપરથી એ સોના ગુરુ ભગવંતની પોતાની સંયમ પ્રતિભા કેટલી ઉજ્જવળ અને આકર્ષક હશે તેની પ્રતીતિ થાય છે. પ.પૂ. પ્રેમસૂરિદાદાના ઘનિષ્ઠ સંપર્કમાં આવનારને દીક્ષા લેવાના ભાવ થયા વગર રહે નહિ એવું સંયમી, વાત્સલ્યપૂર્ણ એમનું જીવન હતું. તત્ત્વજ્ઞાનના વિષયમાં શિષ્યોની કોઈ પણ શંકાનું તરત નિવારણ કરી શકે એવું અગાધ એમનું શાસ્ત્રજ્ઞાન હતું. કર્મસિદ્ધાન્તના વિષયમાં એમના જેટલી જાણકારી અને કંઠસ્થ વિગતો ત્યારે કોઈની પાસે નહોતી. શિષ્યો, પ્રશિષ્યો અને સંઘની વ્યવસ્થા કરવામાં તેઓ અત્યંત નિપુણ હતા. એટલે જ એમના માટે સિદ્ધાન્તમહોદધિ, ચારિત્રચૂડામણિ, સંઘકૌશલ્યાધાર, વાત્સલ્યવારિધિ, કૃપાસાગર, સાક્ષાત્ સંયમમૂર્તિ, પરમતારક, સૂરિપુરંદર ઇત્યાદિ યથાર્થ વિશેષણો એમના શિષ્યોએ પ્રયોજેલાં છે.
પૂ. આચાર્ય મહારાજ વિશે સંસ્મરણ લેખો કે છૂટક સ્મરણો એમના ઘણા શિષ્યોએ લખ્યાં છે અને પોતાના આ ગુરુમહારાજની વાત નીકળતાં ગદિત થઈ જાય છે. પૂ. શ્રી વીરરત્નવિજયજી મહારાજે ‘સંભારણાં સૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org