________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૨૫
લુણાવટ, ખીમેલ, રાણી, સાદડી વગેરે ઘણાં ગામોને વ્યાખ્યાનનો લાભ આપ્યો. આ પ્રદેશમાં એ જમાનામાં વિહારની મુશ્કેલી હતી. તેમ છતાં એ કષ્ટો વેઠીને પણ મહારાજશ્રીએ શક્ય એટલાં વધુ ગામોને આવરી લીધાં. કેટલીક વાર તો એક દિવસમાં ત્રણ ગામ થતાં અને ત્રણ વ્યાખ્યાન થતાં. મહારાજશ્રીની સુવાસ એટલી બધી હતી અને એમની વાણી એટલી પ્રેરક હતી કે કેટલાક લોકો તો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે એમની સાથે સાથે જ એક ગામથી બીજે ગામ ચાલતા જતા. મહારાજશ્રીના ઉપદેશથી વિસલપુર, પેરવા વગેરે કેટલાંક ગામના ક્ષત્રિય ઠાકોરોએ શિકાર અને માંસાહાર ન કરવા માટે મહારાજશ્રી પાસે આજીવન બાધા લીધી હતી.
આ વિહાર દરમિયાન જ્યાં જ્યાં અનુકૂળતા હતી ત્યાં ત્યાં ફંડ કરાવીને મહરાજશ્રીએ પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. જ્યાં કસંપ હોય ત્યાં તે દૂર કરાવી સંપનું વાતાવરણ કરાવ્યું હતું.
મારવાડની મોટી પંચતીર્થોમાં રાણકપુર, વકાણ, નાડોલ, નાડલાઈ અને ઘાણેરાવની ત્યારે ગણના થતી. વરકાણામાં મહારાજશ્રી પધારવાના હતા, તે વખતે મોટો ઉત્સવ રાખવામાં આવ્યો હતો અને લગભગ દસ હજાર માણસ એકત્ર થયા હતા. ત્યાંથી સાદડી આવીને મહારાજશ્રી જ્યારે રાણકપુર જવાના હતા ત્યારે ડૉ. ટેસિટોરી સાદડી આવી પહોંચ્યા હતા. રાણકપુર જવાનો માર્ગ જંગલમાં સાંકડી કેડીનો હતો. રાણકપુરમાં ત્યારે યાત્રિકોની એટલી અવરજવર નહોતી. મહારાજશ્રી સાથે ડૉ. ટેસિટોરી પણ પગે ચાલતા રાણકપુર ગયા હતા.
રાણકપુરથી મહારાજશ્રીએ કેસરિયાજી તીર્થની યાત્રા કરીને ગુજરાત તરફ જવાનું વિચાર્યું. એટલે એમણે ઉદયપુર તરફ વિહાર કર્યો.
ઉદયપુરમાં મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં તેમણે થોડા દિવસ સ્થિરતા કરી. લોકોનો આગ્રહ ઉદયપુર ચાતુર્માસ માટે હતો. પરંતુ ઉદયપુરથી વિહાર કરી મહારાજશ્રી ગુજરાત તરફ જલદી વિહાર કરવા ઇચ્છતા હતા. રસ્તામાં કેસરિયાજી તીર્થની યાત્રા કરવાની એમની ભાવના હતી, પરંતુ તેઓ કેસરિયાજી પહોંચ્યા ત્યારે ઉદયપુરના સંઘના લગભગ અઢીસો ભાઈઓ કેસરિયાજી આવ્યા અને મહારાજશ્રીને ઉદયપુરના ચાતુર્માસ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org