________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૭૧
આ ચાતુર્માસ દરમ્યાન એક દિવસ એક શિષ્ય મહારાજશ્રી માટે બપોરે એક ઘેરથી ચા વહોરી લાવ્યા. એમણે એ મહારાજશ્રીને વાપરવા આપી. મહારાજશ્રીએ ચા વાપરી લીધી અને પોતાના સંશોધન-સ્વાધ્યાયના કાર્યમાં પાછા મગ્ન બની ગયા.
થોડી વારમાં જે શ્રાવિકાને ઘેરથી ચા વહોરી લાવવામાં આવી હતી એ શ્રાવિકાબહેન દોડતાં ઉપાશ્રયે આવી પહોંચ્યાં. તેમણે કહ્યું કે, પોતે જે ચા વહોરાવી છે તે વાપરશો નહિ, કારણ કે તેમાં ખાંડને બદલે ભૂલથી દળેલું મીઠું નખાઈ ગયું છે. પોતાની આવી ગંભીર ભૂલ માટે તેઓ ક્ષમા માગવા લાગ્યા. પરંતુ ચા વહોરી લાવનાર મુનિમહારાજે કહ્યું, “બહેન, એ ચા તો ગુરુમહારાજે વાપરી લીધી. તેઓ કશું બોલ્યા નથી. ચા વાપરીને તેઓ તો પોતાના સંશોધનમાં મગ્ન બની ગયા છે.'
શ્રાવિકાબહેને મહારાજ પાસે જઈને ક્ષમા માગી અને રુદન કરવા લાગ્યાં. પરંતુ મહારાજશ્રીએ હસતે વદને એમને આશ્વાસન આપતાં કહ્યું, “ખારી ચાની મને કંઈ જ ખબર પડી નથી. મીઠી ચાને બદલે મેં ખારી ચા વાપરી એથી તમે તો મારી કર્મનિર્જરી કરાવી છે.'
મહારાજશ્રી સ્વાદેન્દ્રિયના વિષયમાં કેટલા અનાસક્ત થતા જતા હતા તથા તેઓ સમતાના કેવા ધારક હતા તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે.
કપડવંજના આ ચાતુર્માસ દરમિયાન કાશીથી એક વિદ્વાન બ્રાહ્મણ પંડિત મહારાજશ્રી પાસે પોતાની કેટલીક શંકાઓનું સમાધાન માટે આવ્યા હતા. તાર-ટપાલ દ્વારા અગાઉથી નક્કી કરીને આવવાના રિવાજનો એ જમાનો નહોતો. પંડિતજી જ્યારે કપડવંજ આવ્યા ત્યારે મહારાજશ્રીને તાવ, ઉધરસ વગેરે ઘણાં વધી ગયાં હતાં. આવી બીમાર સ્થિતિમાં પ્રશ્નોત્તરી કરવી એ પંડિતજીને યોગ્ય ન લાગ્યું. મહારાજશ્રીને તેમણે કહ્યું, “હું તો ફક્ત આપનાં દર્શન-વંદન માટે આવ્યો છું.” પરંતુ મહારાજશ્રી સમજી ગયા કે પંડિતજી જરૂર કંઈક જ્ઞાનગોષ્ઠી માટે જ આવ્યા હશે, કારણ કે કપડવંજ એ કંઈ માર્ગમાં આવતું શહેર નથી. વળી સાધારણ સ્થિતિના બ્રાહ્મણ પંડિતો આટલે દૂરથી કંઈ માત્ર દર્શન-વંદન માટે આવે નહિ. મહારાજશ્રીએ આગ્રહ કર્યો એટલે પંડિતજીએ સાચી વાત જણાવી દીધી. મહારાજશ્રીએ તેમને કહ્યું કે, “તમે મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org