________________
૪૬૨
પ્રભાવક સ્થવિરો
ઇજેક્શન લીધું ન હતું. મહારાજશ્રીની વાત ડૉક્ટરે સ્વીકારી એટલે મહારાજશ્રીએ નંદસૂરિને કહ્યું કે, “ડૉક્ટર કેટલા ભલા છે કે મારી મરજી વિરુદ્ધ કશું કરવાનો આગ્રહ રાખતા નથી.”
દિવાળીનો દિવસ આવ્યો. મહારાજશ્રીએ પોતાના શિષ્યોને કહી દીધું કે એ દિવસે પોતે પાણી સિવાય બીજું કશું વાપરવા ઇચ્છતા નથી. મહારાજશ્રીની ગંભીર બનતી જતી તબિયતના સમાચાર સાંભળીને એમનાં દર્શન માટે નગરના જૈન-જૈનેતર લોકો આવવા લાગ્યા. ડોક્ટરો પણ આવી પહોંચ્યા. હૃદયની બીમારીને કારણે ઇજેક્શન આપવાની જરૂર ડૉક્ટરોને જણાઈ. પરંતુ નંદસૂરિએ ડૉક્ટરોને મહારાજશ્રીની ભાવના જણાવી અને ઇજેક્શન ન આપવું તેમ નક્કી કર્યું. સાંજનું પ્રતિક્રમણ શ્રી નંદનસૂરિ તથા શ્રી ધુરંધરવિજયજીએ મહારાજશ્રીને સારી રીતે કરાવ્યું. સંથારા પોરિસીની ક્રિયા પણ સારી રીતે થઈ. સંસારના સર્વ જીવો સાથે ક્ષમાપના પણ થઈ ગઈ.
મહારાજશ્રીની આવી અંતિમ સમયની ગંભીર બીમારીને લક્ષમાં લઈ ત્યાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વિશાળ સમુદાયમાં ઉપસ્થિત થઈ ગયાં અને સર્વેએ મહારાજશ્રીના સ્વાથ્ય માટે નવકાર મંત્રની ધૂન મચાવી. સાંજે સાત વાગે મહારાજશ્રીએ શાંતિપૂર્વક, સમાધિપૂર્વક દેહ છોડ્યો.
મહારાજશ્રીએ પોતાના ૭૭માં વર્ષનો જાણે કે આ છેલ્લો દિવસ પૂરો કર્યો.
મહારાજશ્રીના કાળધર્મના સમાચાર જોતજોતામાં ચારે બાજુ પ્રસરી ગયા. તદુપરાંત તે રાત્રે જુદાં જુદાં નગરોના સંઘોને તાર કરવામાં આવ્યા. ચારસો જેટલા તાર તે રાત્રે થયા અને બીજા ત્રણસો જેટલા તાર બીજા દિવસે થયા. સમાચાર મળતાં જ મહારાજશ્રીના હજારો ભક્તો મહુવા આવી પહોંચ્યા.
વિ. સં. ૨૦૦૬ના કારતક સુદ એકમના દિવસે શનિવારે નૂતન વર્ષના પ્રભાતે મહારાજશ્રીના દેહને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યો. બેન્ડવાજાં સાથે ભવ્ય પાલખી-અંતિમયાત્રા નીકળી, ગામ બહાર નક્કી કરેલા, પ્રમાર્જિત કરેલા સ્થળે મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. દેહ પૂરો બળતાં ઠીક ઠીક વાર લાગીજે સમયે ચિતા પૂરી સળગી રહી તે મહારાજશ્રીનો જન્મ સમય વીસ ઘડી અને પંદર પળનો હતો. જાણે એમાં પણ કોઈ સંકેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org