________________
૪૬૦
પ્રભાવક સ્થવિરો
તબિયત હવે દિવસે ક્ષીણ થતી જતી હતી. એક દિવસ સાંજે મહારાજશ્રીને મનમાં એવો ભાવ જાગ્યો કે ‘આ સાલનું ચાતુર્માસ કદમ્બગિરિમાં કરીએ તો કેવું સારું !' આ તીર્થનો ઉદ્ધાર એમના હસ્તે થયો હતો. એટલે તીર્થભૂમિ પ્રત્યે આત્મીયતા બંધાઈ ગઈ હતી. કદમ્બગિરિમાં ચાતુર્માસ કરવાના વિચારને એમના મુખ્ય શિષ્યો શ્રી ઉદયસૂરિ અને શ્રી નંદનસૂરિએ વધાવી લીધો. ચાતુર્માસ નક્કી થતાં એના સમાચાર પાલિતાણા, ભાવનગર, મહુવા, જેસર, અમદાવાદ વગેરે સ્થળે પહોંચી ગયા. મહારાજશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરવા માટે કેટલાય વ્રતધારી શ્રાવકોએ કદમ્બગિરિ જવાનો નિર્ણય કર્યો.
તળાજા,
આ નિર્ણયની જાહેરાત થતાં મહુવાના અગ્રણી શ્રાવકોમાં વળી એક નવો વિચાર સ્ફુર્યો. તેઓને એમ થયું કે પોતાના વતનના આ પનોતા પુત્રે ઘણાં વર્ષોથી મહુવામાં ચાતુર્માસ કર્યું નથી તો તે માટે વિનંતી કરવી. એટલે મહુવાના સંઘના આગેવાનો કદમ્બગિરિ મહારાજશ્રી પાસે પહોંચ્યા અને ચાતુર્માસ મહુવામાં જ કરવા માટે હઠપૂર્વક આગ્રહ કર્યો. વળી તેઓએ મહારાજશ્રીને જણાવ્યું કે આપની પ્રેરણાથી મહુવામાં જે બે નૂતન જિન મંદિરો થયાં છે એનું કામ પૂરું થવામાં છે. માટે એમાં પ્રતિષ્ઠા પણ આપના હસ્તે જ કરાવવાની ભાવના છે.
મહુવાના સંઘનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી એ વિનંતીનો અસ્વીકાર કરી શક્યા નહિ. પરંતુ મહારાજશ્રીએ કહ્યું: ‘હું મહુવા આવું તો છું. પણ પ્રતિષ્ઠા મારે હાથે થવાની નથી.' મહારાજશ્રીના આ વચનમાં જાણે કોઈ અફળ ભાવિની આગાહી થતી હતી.
ત્યારપછી મહારાજશ્રીએ ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં કદમ્બગિરિથી ડોળીમાં વિહાર કર્યો અને પંદરેક દિવસમાં તેઓ મહુવા પધાર્યા. મહુવાના નગરજનોએ જૈન–અજૈન સર્વ લોકોએ ભાવોલ્લાસપૂર્વક ભવ્ય સામૈયું કર્યું. મહુવા બંદર હોવાને કારણે વૈશાખ મહિનાની ગરમી મહારાજશ્રીને એટલી નડી નહિ.
શરીરની અશક્તિ અને અસ્વસ્થતાને કારણે વ્યાખ્યાનની જવાબદારી મહારાજશ્રીના ત્રણ મુખ્ય શિષ્યો શ્રી ઉદયસૂરિ, શ્રી નંદનસૂરિ અને શ્રી અમૃતસૂરિએ સ્વીકારી લીધી હતી. પર્યુષણ પર્વની આરાધના પણ સારી રીતે ચાલવા લાગી. પર્યુષણના ચોથા દિવસે બપોરે આકાશમાં સૂરજની આસપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org