________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૬૧
ભૂખરા રંગનું જાણે એક કુંડાળું રચાયું હોય તેવું જણાયું. આ એક અશુભ સંકેત હતો. “આકાશે કૂંડું અને મલકમાં ભૂંડું' એવી લોકવાયકા પ્રચલિત છે. સંવત્સરીનો દિવસ સારી રીતે પસાર થયો, પરંતુ સાંજે ગામ બહાર વંડાની ઓસરીમાં સંઘના શ્રાવકો સંવત્સરી પ્રતિક્રમણ કરતા હતા તે વખતે વડની એક મુખ્ય ડાળી ભયાનક કડાકા સાથે તૂટી પડી. સદ્ભાગ્યે કોઈને કશી ઈજા થઈ નહિ પરંતુ આ પણ એક અશુભ સંકેત હતો.
પર્યુષણ પર્વ પૂરા થયા. હવે પ્રતિષ્ઠાની તૈયારી ચાલવા લાગી. તે અંગે વાટાઘાટ કરવા અમદાવાદના કેટલાક શ્રેષ્ઠીવર્યા મહારાજશ્રીને મળવા આવી ગયા. ભાદરવા વદ અમાસની રાત્રે આકાશમાંથી એક મોટો તારો ખર્યો અને ધડાકા જેવો અવાજ થયો. આ પણ એક અશુભ સંકેત હતો. જાણે કોઈ મહાપુરુષનો વિયોગ ન થવાનો હોય ! એ જ દિવસે રાત્રે બજારમાં પાનસોપારીની દુકાન ધરાવતા એક ભાઈને એવું સ્વપ્ન આવ્યું કે પૂજ્ય નેમિસૂરિદાદાની સ્મશાનયાત્રા બેન્ડવાજાં સાથે નીકળી છે અને હજારો માણસો તેમાં જોડાયા છે. એ બધા જેમ જેમ પોતાની દુકાન પાસેથી પસાર થતા ગયા તેમ તેમ પોતે તેઓને ચા પિવડાવતા હતા.
આસો મહિનાની ઓળીના દિવસો નિર્વિઘ્ન પસાર થઈ ગયા. ત્યાર પછી એક દિવસ મહારાજશ્રી ઠલ્લે જઈને પાછા ફરતા હતા ત્યારે તેમને ટેકો આપવા માટે શ્રી ઉદયસૂરિ અને શ્રી નંદસૂરિ સાથે હતા. તો પણ અચાનક સમતુલા ગુમાવતાં મહારાજશ્રી પડી ગયા. એમના પગે મૂઢ માર વાગ્યો. એના ઉપચારો ચાલુ થયા. તેવામાં મહારાજશ્રીને શરદી અને ખાંસી થયાં. વળી તેમને તાવ પણ આવવા લાગ્યો. કોઈ કોઈ વખત ઊલટી પણ થવા લાગી. મહારાજશ્રીની શારીરિક અસ્વસ્થતા વધતી જતી હતી. પરંતુ મનથી તેઓ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન હતા. શ્રી નંદસૂરિએ જ્યારે કહ્યું કે, “પરમ દિવસે દિવાળી છે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું, “આપણે ક્યાં હવે દિવાળી જોવાની છે?' પોતાનો અંતિમકાળ જાણે આવી પહોંચ્યો છે એ રીતે મહારાજશ્રીએ શ્રી નંદસૂરિને પ્રતિષ્ઠા અંગે તથા બીજાં કેટલાંક કાર્યો અંગે સૂચનાઓ આપી.
મહારાજશ્રીનો તાવ ઊતરતો નહોતો. એમનું હૃદય નબળું પડતું જતું હતું. એ માટે ડૉક્ટરોએ ઇજેક્શન આપવાની વાત કરી પરંતુ મહારાજશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org