________________
૪૭૨
પ્રભાવક સ્થવિરો
છલકાઈ રહેતો કે એમની પાસે દીક્ષા લેવાનો ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતો. યુવાનવયે જ અમદાવાદના કોટ્યાધિપતિ શેઠ શ્રી જેશિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તો બીજા અનેક પ્રસંગો છે. પોતાનાં સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુંબને વ્યવહારુ દૃષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષાવિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પોતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી, એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં જઈને મારો પતિ મને પાછો આપો' એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝઘડો કોર્ટ સુધી ગયો હતો અને કોર્ટે રામવિજયજીને નિર્દોષ જાહેર કર્યા હતા.
શ્રી રામવિજયજી મહારાજને આવાં જુદાં જુદાં કારણોસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હશે. પરંતુ તે દરેકમાં કૉર્ટે પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા.
સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લોકોમાં વધતું જતું હતું. એ વખતે ચાનો વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચીરોડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટેલોમાં આખો દિવસ ચા પીનારાનો ધસારો રહેતો. એમાં જૈનોની સંખ્યા ઘણી મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખવાતું. હોટેલમાં રોજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેરઠેર પ્રવચનો કર્યા હતાં અને એ પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર એટલો બધો પડ્યો હતો કે હોટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રોજના સત્તર મણ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તો ચાના વ્યસનનો કોઈ વિરોધ રહ્યો નથી. પણ એ જમાનામાં શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ ઘટના સૂચવે છે.
એ જ વર્ષમાં પ્રાણીહિંસાની બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org