________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૫૯
અમથાલાલ શાહ હતું. એમના વડીલ બંધુએ મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી અને એમનું નામ મુનિ સુભદ્રવિજય રાખવામાં આવ્યું હતું. મુનિ સુભદ્રવિજય નાની ઉમરમાં કાળધર્મ પામ્યા. એથી ડોક્ટરના હૃદયમાં વૈરાગ્ય પ્રગટ્યો. પોતાની ધીકતી કમાણી છોડીને એમણે અને એમનાં પત્નીએ મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મુનિ રત્નપ્રભવિજયજી અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એટલે મહારાજશ્રીની પ્રેરણાથી એમણે ભગવાન મહાવીરના જીવન વિશે આઠ દળદાર વૉલ્યુમ જેટલો મોટો ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ કર્યો હતો.
જામનગરના શેઠ પોપટલાલ ધારશીએ જ્યારથી અમદાવાદના શેઠ માકુભાઈનો યાત્રા સંઘ જોયો ત્યારથી તેમની ભાવના સંઘ કાઢવાની હતી. એમણે એ માટે સાગરજી મહારાજને વિનંતી કરેલી. સાગરજી મહારાજે કહ્યું કે, તમારે યાત્રા સંઘ દીપાવવો હોય તો શ્રી વિજયનેમિસૂરિને વિનંતી કરવી જોઈએ. એ મુજબ શેઠ પોપટલાલ અમદાવાદ આવી મહારાજશ્રીને આગ્રહભરી વિનંતી કરી ગયા. એટલે મહારાજશ્રીએ વિ. સં. ૧૯૯૩નું ચાતુર્માસ જામનગરમાં કર્યું અને ચાતુર્માસ પૂર્ણ થતાં સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ કાઢવામાં આવ્યો હતો.
મહારાજશ્રીએ ત્યારપછી પાલિતાણા, ભાવનગર, વળા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તીર્થોદ્ધાર, સંઘયાત્રા, પ્રતિષ્ઠામહોત્સવ, દીક્ષા, પદવી મહોત્સવ ઇત્યાદિ પ્રકારનાં કાર્યો થતાં રહ્યાં. મહારાજશ્રી પાસે રોજ કેટલાયે માણસો વંદનાર્થે તથા સંઘનાં કાર્યો માટે આવતાં.
ખંભાતથી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં જૈન મર્ચન્ટ સોસાયટીમાં દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી શેરીસા તથા વામજમાં પ્રતિષ્ઠા કરાવી. વિ. સં. ૨૦૦૩નું ચાતુર્માસ સાબરમતીમાં અને ૨૦૦૪નું ચાતુર્માસ વઢવાણમાં મહારાજશ્રીએ કર્યું. હવે એમની તબિયત બગડતી જતી હતી. વારંવાર ચક્કર આવી જતાં હતાં. પહેલાં જેવો વિહાર હવે થતો નહોતો. વઢવાણમાં તથા બોટાદમાં પ્રતિષ્ઠા કરાવી મહારાજશ્રીએ કદંબગિરિ તરફ વિહાર કર્યો.
મહારાજશ્રી રોહિશાળાથી વિહાર કરીને કદમ્બગિરિ પધાર્યા. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org