________________
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ
વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમાં પાદરાની જેન પાઠશાળાનો પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાનો વહીવટ વકીલ મોહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા. - પાદરામાં બે દેરાસર છે: નવઘરી પાસેનું શાન્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતો. એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘારીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતો.
પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ-ભગવંતોની પ્રેરક અને ઉબોધક વાણીનો લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઉજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઉજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો, અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા, કારણ કે એમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું.
તેમનો આત્મા ઘણો ઊંચી કોટિનો હતો. શિક્ષક તરીકેની નોકરી કરતાં લોકોમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણી બધી હતી. પોતાના બાળ-કિશોર વિદ્યાર્થીઓને સૂત્રો, સ્તવનો, સક્ઝાયો તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાર્થીઓ ગાથાઓ, સ્તવનો, સક્ઝાયો હોંશે હોંશે કંઠસ્થ કરતા.
ઉજમશી માસ્તરનો કંઠ બહુ મધુર હતો. તેમના ઉચ્ચારો અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમોનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવનો, સક્ઝાયો ગાતા અને વિદ્યાર્થીઓને ગવડાવતા. તેઓ કવિ પણ હતા. પોતે નવાં નવાં સ્તવનો, સઝાયોની રચના કરતા. એમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી.
- વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઉજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામોમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા, અને ત્યાં દેરાસરમાં સ્નાત્રપૂજા રાગરાગિણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org