________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૬૩
રહેલો હશે!
મહારાજશ્રીનો જન્મ મહુવામાં અને તેઓ કાળધર્મ પણ મહુવામાં પામ્યા. એમના દેહનું અવતરણ કારતક સુદ એકમને શનિવારે, દિવસે વીસ ઘડી અને પંદર પળે થયું હતું. તેમના દેહનું વિસર્જન પણ કારતક સુદ એકમને શનિવારે વીસ ઘડી અને પંદર પળના સમયે થયું. આવો યોગાનુયોગ તો કોઈ વિરલ વ્યક્તિના જીવનમાં જ જોવા મળે.
આમ, મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું જીવન અનેક ઘટનાઓથી સભર છે. એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન, જાતે અકિંચન રહી, કડક સંયમપાલન કરી, અનેકને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું કેવું અને કેટલું ભગીરથ કાર્ય કરી શકે છે તે મહારાજશ્રીના પ્રેરક પવિત્ર જીવન ઉપરથી જોઈ શકાય છે.
એવા એ ભવ્યાત્માનું સ્મરણ પણ આપણે માટે ઉપકારક બને છે. એમને કોટિ કોટિ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org