________________
૪૫૮
પ્રભાવક સ્થવિરો
અને ધર્મપ્રભાવનાનાં કાર્યો થતાં.
મહારાજશ્રી જ્યારે અમદાવાદ પધાર્યા તે પહેલાં જાવાલમાં જઈને માણેકલાલ મનસુખભાઇએ (માકુભાઈ શેઠે) ગિરનાર અને સિદ્ધાચલનો એક મોટો યાત્રાસંઘ કાઢવાની પોતાની ભાવના દર્શાવી. એમની દરખાસ્તનો મહારાજશ્રીએ સ્વીકાર કર્યો અને મહારાજશ્રી અમદાવાદ પધાર્યા એટલે એ માટે જોરદાર તૈયારીઓ ચાલી.
એમ કહેવાય છે કે મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૯૧માં નીકળેલા આ યાત્રાસંઘ જેવો યાત્રા સંઘ હજુ સુધી નીકળ્યો નથી. અમદાવાદથી ગિરનારની યાત્રા કરીને પછી સિદ્ધાચલજીની યાત્રા કરનાર, લગભગ દોઢ મહિનો ચાલેલા આ સંઘમાં તેર હજારથી વધુ છ'રી પાળતાં યાત્રિકો જોડાયા હતા. ૨૭૫ મુનિ ભગવંતો, ૪૦૦થી અધિક સાધ્વીજી મહારાજ, ૮૫૦ બળદગાડી, ૧૩૦૦ જેટલાં મોટર, બસ-ખટારા વગેરે અન્ય વાહનો તેમાં હતાં. વ્યવસ્થાપકો, અન્ય શ્રાવકો, નોકરચાકરો મળી વીસ હજારનો કાફલો એક સ્થળેથી બીજે સ્થળે પડાવ નાખી આગળ વધતો હતો. જે જે રાજ્યમાંથી સંઘ પસાર થતો તે તે રાજ્યના રાજવી સામેથી સ્વાગત કરવા આવતા. ગોંડલ રાજ્યમાં કોઈ પણ ધર્મના યાત્રા સંઘ ઉપર વેરો હતો, એટલે આ સંઘે ગોંડલનો સમાવેશ નહોતો કર્યો. પરંતુ રાજ્ય યાત્રાવેરો માફ કરીને સંઘને ગોંડલ પધારવાનો ખાસ આગ્રહ કર્યો હતો. રાજ્યની ઇચ્છાને માન આપીને સંઘે ગોંડલમાં મુકામ કર્યો હતો. આ સંઘમાં વિવિધ પ્રકારની મોટી મોટી ઉછામણી થઈ હતી અને ઘણા શ્રેષ્ઠીઓએ તેનો સારો લાભ લીધો હતો. એ દિવસોમાં સંઘપતિને આ સંઘ પાછળ આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ ઉપરથી પણ આ સંઘ કેવો યાદગાર બન્યો હશે તેની કલ્પના કરી શકાય.
મહારાજશ્રી કદંબગિરિથી મહુવા પધાર્યા તે વખતે અમદાવાદના એક દંપતીએ મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. એ માટે મહારાજશ્રી મહુવાથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને દીક્ષા આપવામાં આવી. મહારાજશ્રીના આ શિષ્ય તે મુનિ રત્નપ્રભવિજય. સંસારી અવસ્થામાં તેઓ ડૉક્ટર હતા. એ જમાનામાં તેઓ અભ્યાસાર્થે યુરોપ-અમેરિકા સ્ટીમરમાં બે વખત જઈ આવેલા. તેઓ એમ.ડી. થયેલા ડોક્ટર હતા. તેમનું નામ ત્રિકમલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org