________________
૪૫૬
પ્રભાવક સ્થવિરો
હતું. પરંતુ બોટાદથી સંદેશો આવ્યો કે, “શ્રી વિજયનંદસૂરિના વયોવૃદ્ધ સંસારી પિતાશ્રી હિમચંદભાઈ પથારીવશ છે અને એમની અંતરની ભાવના છે કે મહારાજશ્રી ચાતુર્માસ બોટાદમાં કરી એમને લાભ આપે.' સંદેશો મળતાં જ તેના ગાંભીર્યનો અને યોગ્ય પાત્રની અંતિમ ભાવનાનો ખ્યાલ મહારાજશ્રીને આવી ગયો. એમણે દિવસોની ગણતરી કરી જોઈ. ભરઉનાળાના દિવસો છે. ચાતુર્માસ–પ્રવેશને તેર દિવસની વાર છે. સવારસાંજ ઉગ્ર વિહાર કરવામાં આવે તો જ અમદાવાદથી બોટાદ પહોંચી શકાય. મહારાજશ્રીએ તત્કાલ નિર્ણય લઈ લીધો. અમદાવાદના શ્રેષ્ઠીઓને નિર્ણય જણાવી દીધો અને પોતાના વિશાળ સાધુસમુદાયને આજ્ઞા કરી દીધી કે સાંજે બોટાદ તરફ વિહાર કરવાનો છે. ત્રણેક કલાકમાં સમગ્ર સમુદાય તૈયાર થઈ ગયો. એ જોઈ વંદન માટે આવનારાં શ્રાવક-શ્રાવિકા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. મહારાજશ્રી પોતાના સમુદાય સાથે વિહાર કરતાં કરતાં નિશ્ચિત દિવસે બોટાદ આવી પહોંચ્યા. હિમચંદભાઈએ બહુ પ્રસન્નતા અનુભવી. ચાતુર્માસ ચાલુ થયું. મહારાજશ્રીએ પથારીવશ હિમચંદભાઈ પાસે નિયમિત જઈને એમને અંતિમ આરાધના ઘણી સારી રીતે કરાવી. થોડા દિવસોમાં જ હિમચંદભાઇએ દેહ છોડ્યો. બોટાદ પહોંચવાનો પોતે યોગ્ય સમયે ત્વરિત નિર્ણય લઈ લીધો એથી મહારાજશ્રીને સંતોષ થયો.
વિ. સં. ૧૮૮૯માં મહારાજશ્રી કદંબગિરિ પધાર્યા. અહીં તેયાર થયેલા નૂતન જિનાલયમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. ભાવનગર રાજ્ય તરફથી તંબૂઓ, પાણી વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તે માટે ભાવનગરના સર પ્રભાશંકર પટણીએ જાતે દેખરેખ રાખી હતી. કાર્યક્રમની આગલી સાંજે ભયંકર વાવાઝોડું થયું હતું. પરંતુ મંડપને કંઈ નુકસાન થયું નહોતું, કારણ કે સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં હતાં. એક હજાર જેટલાં પ્રતિમાજી અંજનશલાકા માટે આવ્યાં હતાં. હજારો લોકો આ મંગલ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. આ પ્રતિષ્ઠા સારી રીતે સંપન્ન થયા પછી મહારાજશ્રીએ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું.
ભાવનગરના ચાતુર્માસ પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિ સંમેલન યોજવાનું એમણે નક્કી કર્યું હતું. ચાતુર્માસ પછી ગુજરાત-રાજસ્થાનમાંથી સર્વ સાધુસાધ્વી વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org