________________
૪૫૪
પ્રભાવક સ્થવિરો
વિ. સં. ૧૯૮૩નું ચાતુર્માસ મહારાજશ્રીએ અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે કર્યું. આ ચાતુર્માસ યાદ રહી જાય એવું બન્યું, કારણ કે આ વર્ષે ચોમાસામાં અમદાવાદમાં એટલો બધો વરસાદ પડ્યો કે જાણે જલપ્રલય ન હોય ! લીલા દુકાળ જેવી સ્થિતિ થઈ. મહારાજશ્રીની અનુકંપાદૃષ્ટિ પણ એટલી જ સતેજ હતી. એમણે રાહતકાર્યો માટે અમદાવાદના શ્રેષ્ઠીઓને ભલામણ કરી અને જોતજોતામાં રૂપિયા ત્રણ લાખનું ફંડ થઈ ગયું. કેટલાયે સ્વયંસેવકો તૈયાર થયા અને સંકટગ્રસ્ત લોકોને અનાજ, કપડાં તથા જીવનજરૂરિયાતની સામગ્રી વહેંચવામાં આવી. અનેક લોકોનાં દુઃખ ઓછાં થયાં. લોકસેવાનું એક મહત્ત્વનું ઉપયોગી કાર્ય થયું.
મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે દરેક કાર્ય માટે ધાર્યા કરતાં નાણાં વધારે છલકાય. આ રાહતકાર્ય માટે પણ ઘણાં નાણાં આવ્યાં અને રાહતકાર્ય પૂરું થતાં સારી એવી રકમ બચી. સમયજ્ઞ મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓ આગળ બીજો એક વિચાર મૂક્યો. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં એકલા નોકરિયાત શ્રાવકો માટે તથા રોજેરોજ બહારગામથી કામપ્રસંગે અમદાવાદ આવનાર શ્રાવકો માટે જમવાની સગવડ નથી. એ માટે એક જૈન ભોજનશાળાની જરૂર છે. મહારાજશ્રીના વિચારનો તરત અમલ થયો અને પાંજરાપોળમાં જ જેન ભોજનશાળાની સ્થાપના કરવામાં આવી.
ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રી ઢાળની પોળના જીર્ણોદ્ધાર થયેલ દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવીને માતર પધાર્યા. ત્યાં પણ એમની પ્રેરણાથી જીર્ણોદ્ધાર થયેલા ૫૧ દેવકુલિકાવાળા સુમતિનાથ ભગવાનના દેરાસરમાં પ્રતિષ્ઠાવિધિ અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક થઈ. ત્યાંથી મહારાજશ્રી ખંભાત પધાર્યા અને ત્યાં પણ એમની પ્રેરણાથી જીર્ણોદ્ધાર થયેલા સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન દેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધૂમધામપૂર્વક થયો. આ પ્રસંગે લોકોમાં ધર્મભાવનાની ઘણી વૃદ્ધિ થઈ અને સંઘના અતિશય આગ્રહને કારણે મહારાજશ્રીએ વિ. સં. ૧૯૮૪નું ચાતુર્માસ ખંભાતમાં કરવાનું સ્વીકાર્યું.
આ જ સમયગાળામાં સમેતશિખરના તીર્થની માલિકીનો વિવાદ પણ ઊભો થયો હતો. અગાઉ એ આખો પહાડ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલગંજના રાજા પાસેથી ખરીદી લીધો હતો. એ પહાડ ઉપર પૂજા વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org