________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૫૫
હક વિશે વિવાદ થતાં એ બાબત હજારીબાગની કોર્ટમાં અને ત્યારપછી પટણાની હાઇકોર્ટમાં ગઈ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ભુલાભાઈ દેસાઈ, છોટાલાલ ત્રિકમલાલ, કેશવલાલ અમથાલાલ વગેરેએ કૉર્ટમાં રજૂઆત કરતાં ચુકાદો પેઢીની તરફેણમાં આવ્યો હતો.
વિ. સં. ૧૯૮૫નું ચાતુર્માસ મહુવામાં નક્કી થયું હતું. મહારાજશ્રી વિહાર કરતાં કરતાં કદંબગિરિ આવી પહોંચ્યા. આ તીર્થના ઉદ્ધાર માટે મહારાજશ્રીની ભાવના ઉત્કટ હતી. જિનમંદિર માટે જમીન લેવા પૈસા આપનાર શ્રેષ્ઠીઓ તો ઘણા હતા, પરંતુ ગરાસિયાઓની સહિયારી જમીન મેળવવાનું કામ ઘણું અઘરું હતું. આવું કપરું કામ પણ બાહોશ વ્યક્તિઓએ બુદ્ધિ લડાવીને પાર પાડ્યું, અને ગરાસિયાઓ પણ રાજી થયા. યોગ્ય મુહૂર્ત ખનનવિધિ, શિલારોપણ વગેરે થયાં અને જિનમંદિરના નિર્માણનું કાર્ય આગળ વધવા લાગ્યું. દરમિયાન મહારાજશ્રીએ મહુવાના ચાતુર્માસ દરમિયાન ત્યાં શ્રી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમની સ્થાપનાના કાર્યને પણ વેગ આપ્યો.
વિ. સં. ૧૯૮૭નું વર્ષ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું હતું. તીર્થાધિરાજ સિદ્ધગિરિ ઉપર છેલ્લો જીર્ણોદ્ધાર થયાને અને આદિશ્વર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થયાને ચારસો વર્ષ પૂરાં થતાં આ ચારસોમી વર્ષગાંઠ ધામધૂમપૂર્વક ઊજવવા માટે અમદાવાદના શ્રેષ્ઠીઓમાં વિચારણા ચાલી હતી. અમદાવાદના ઘણાખરા મિલમાલિકો જૈન હતા અને ઉજવણીના દિવસે મિલો બંધ રાખવાનો તેઓએ ઠરાવ કર્યો હતો. પરંતુ એ દિવસોમાં સત્યાગ્રહની લડત ચાલતી હતી અને ગાંધીજી સહિત કેટલાક સત્યાગ્રહીઓ કેદમાં હતા એ જોતાં નવકારશીનો જમણવાર કરવા વિશે શ્રેષ્ઠીઓમાં બે જુદા જુદા મત પ્રવર્તતા હતા. પરંતુ મહારાજશ્રીની કુનેહભરી દરમિયાનગીરીથી એ વિવાદ ટળી ગયો હતો અને નવકારશી સારી રીતે થઈ હતી. એ દિવસે નગરશેઠના વડે ભવ્ય સ્નાત્ર-મહોત્સવ ઉજવાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી રથયાત્રા નીકળી હતી. તેમાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોશ્રાવિકાઓનો વિશાળ સમુદાય જોડાયો હતો. આમ શત્રુંજય તીર્થની ૪૦૦મી વર્ષગાંઠ અમદાવાદમાં અજોડ રીતે ઊજવાઈ હતી.
મહારાજશ્રીનું વિ. સં. ૧૯૮૮નું ચાતુર્માસ અમદાવાદમાં નક્કી થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org