________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૫૧
બેસે છે. કલેક્ટરે નીચે બેસવાનું કબૂલ રાખ્યું. તેઓ જ્યારે મળવા આવ્યા ત્યારે માથેથી હેટ ઉતારી, પરંતુ પગમાંથી બૂટ કાઢવા ઇચ્છતા નહોતા. મહારાજશ્રીએ એમની આગળ એવી બુદ્ધિયુક્ત રજૂઆત કરી કે તરત જ કલેક્ટરે પગમાંથી બૂટ કાઢવાનું સ્વીકાર્યું. બૂટ કાઢીને પછી તેઓ મહારાજશ્રી પાસે આવ્યા અને સામે નીચે બેઠા.
કલેક્ટરે મહારાજશ્રી સાથે રાષ્ટ્રીય ચળવળ વિશે ચર્ચા કરી, પરંતુ મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધું કે જૈન સાધુઓ કોઈના વિવાદમાં ઊતરતા નથી. મહારાજશ્રી સાથે કલેક્ટરે તત્કાલીન પરિસ્થિતિ અંગે ઘણા મુદ્દાઓની છણાવટ કરી અને મહારાજશ્રીના તર્કયુક્ત જવાબોથી તેઓ બહુ પ્રભાવિત થયા. મહારાજશ્રીએ તેમની આગળ જૈન તીર્થોના રક્ષણની સરકારની જવાબદારી છે એ વાત પર ભાર મૂક્યો, કારણ કે જેનો તરફથી સરકારને કરવેરા તરીકે પ્રતિવર્ષ ઘણી મોટી રકમ મળે છે. કલેક્ટરે એ વાતનો સ્વીકાર કર્યો અને તીર્થરક્ષાના વિષયમાં પોતે વધુ ધ્યાન આપશે એવી ખાતરી આપી.
આમ કલેક્ટર સાહેબ મહારાજશ્રીને મળવા આવ્યા હતા તો પોતાનું કામ કરાવવા માટે, પરંતુ વિદાય થયા મહારાજશ્રીએ સૂચવેલાં કામ કરવાનું વચન આપીને. આ અંગ્રેજ અમલદારે પોતાની અંગત ડાયરીમાં તે વખતે નોંધ્યું હતું કે મહારાજશ્રી બહુ તેજસ્વી અને શક્તિથી ઊભરાતા (Full of Energy) મહાપુરુષ છે.
તીર્થોદ્ધાર એ મહારાજશ્રીના જીવનનું એક મહત્ત્વનું કાર્ય હતું. આ સમયગાળા દરમિયાન એમણે તળાજા અને શેરીસા તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. એક વખત મહારાજશ્રી પોતે પ્રસ્તાવ મૂકે એટલે લાભ લેનારા શ્રેઠીઓ વચ્ચે પડાપડી થતી. મહારાજશ્રીની વચનસિદ્ધિ એવી હતી કે તેઓ કહે તે પ્રમાણે અવશ્ય કાર્ય થાય.
અમદાવાદની આ સ્થિરતા દરમિયાન પ્રો. આનંદશંકર ધ્રુવ, કવિ ન્હાનાલાલ વગેરે સાક્ષરો મહારાજશ્રીને મળવા આવતા. મહારાજશ્રીની વિદ્વત્ત-પ્રતિભાથી તેઓ બહુ પ્રભાવિત થયા હતા.
મહારાજશ્રી અમદાવાદથી વિહાર કરી ભોયણી, ગાંભુ, ચાણસ્મા વગેરે સ્થળે વિચરતા પાટણ પધાર્યા. પાટણમાં એમનું ચાતુર્માસ નક્કી થયું હતું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org