________________
૪૫૦
પ્રભાવક સ્થવિરો
હસ્તપ્રત મહારાજશ્રીએ ભંડારમાંથી મેળવીને માલવિયજીને આપી દીધી.
ઉદયપુરનું ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીની નિશ્રામાં ઉદયપુરથી રાણકપુરનો સંઘ નીકળ્યો હતો. મહારાજશ્રી રાણકપુરથી વિહાર કરતા જાવાલ પધાર્યા. જાવાલથી મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ નીકળ્યો. જીરાવલા, આબુ, કુંભારિયા, તારંગા, મૈત્રાણા, ચારૂપ, પાટણ, શંખેશ્વર વગેરે તીર્થસ્થળોની યાત્રા કરતો સંઘ અમદાવાદ આવી પહોંચ્યો. મહારાજશ્રી અમદાવાદમાં રોકાયા. સંઘ શ્રી દર્શનવિજયજીની નિશ્રામાં આગળ વધતો પાલિતાણા તરફ રવાના થયો.
મહારાજશ્રીએ અમદાવાદમાં સ્થિરતા કરી હતી એ દરમિયાન મહારાજશ્રીની લાક્ષણિક પ્રતિભાનો પરિચય કરાવે એવી એક ઘટના બની
હતી.
એ દિવસોમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ અસહકારનું રાષ્ટ્રીય આંદોલન ચાલ્યું હતું. એ વખતે કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાવાનું હતું. જૈન સાધુઓની દિનચર્યા મોક્ષલક્ષી, સંયમભરી હોવાને કારણે રાષ્ટ્રીય આંદોલનમાં તેઓ કોઈ જોડાયા નહોતા. અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટરે એવું અનુમાન બાંધ્યું હતું કે જેન સાધુઓ રાષ્ટ્રીય ચળવળની વિરુદ્ધ છે અને અમદાવાદમાં જેનોની ઘણી મોટી સંખ્યા છે. જેને કોમને સરકારી પક્ષે લેવી હોય તો એમના ધર્મગુરુ વિજયનેમિસૂરિને હાથમાં લેવા જોઈએ. પરંતુ અમદાવાદના કલેક્ટરનો આ ભ્રમ હતો. તેમની માન્યતા હતી કે એક અંગ્રેજ કલેક્ટર નિમંત્રણ આપે તો લોકો દોડતા એમને મળવા આવે. તેમણે મહારાજશ્રીને પોતાના બંગલે મળવા માટે આવવાનું નિમંત્રણ મોકલાવ્યું, પરંતુ મહારાજશ્રીએ કલેક્ટરના બંગલે જવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો અને કહેવરાવ્યું કે કલેક્ટરને જો ઇચ્છા હોય તો અમારી પાસે ગમે ત્યારે આવી શકે છે. કલેક્ટરે ત્રણેક વખત મહારાજશ્રીને આ રીતે પોતાની પાસે બોલાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ અંતે નિષ્ફળ જતાં તેઓ મહારાજશ્રી પાસે આવવા તૈયાર થયા. કલેક્ટરે પુછાવ્યું કે પોતે ખુરશી પર બેસે તો મહારાજશ્રીને કંઈ વાંધો છે ? મહારાજશ્રીએ કહેવરાવ્યું કે જૈન-જૈનેતર કોમના મોટા મોટા આગેવાનો અને વિદ્વાનો આવે છે, પરંતુ તેઓ ઔપચારિકતાની દૃષ્ટિએ અને જૈન સાધુનો વિનય સાચવવા નીચે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org