________________
४४८
પ્રભાવક સ્થવિરો
એમને વ્યવહારુ સૂચન કરતાં કહ્યું કે, “આખા સંઘનો આધાર તમારા ઉપર છે. માટે અતિશય પરિશ્રમ કરશો નહિ. જ્યાં જરૂર લાગે ત્યાં તમે વાહનનો જરૂર ઉપયોગ કરજો.”
સંઘ અમદાવાદથી ચાંદખેડા, શેરીસા, તારંગા, ઈડર વગેરે સ્થળે યાત્રા કરતો ધૂલેવા નગરે શ્રી કેસરિયાજી તીર્થમાં પહોંચ્યો. ત્યાં ઉલ્લાસપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ થયો. મહારાજશ્રી સંઘ સાથે જ અમદાવાદ પાછા ફરવાના હતા, પરંતુ ઉદયપુરના સંઘે ત્યાં આવીને મહારાજશ્રીને ઉદયપુર પધારવા એવી આગ્રહભરી વિનંતી કરી કે મહારાજશ્રીને ઉદયપુર જવાની ફરજ પડી. સંઘ વાજતેગાજતે અમદાવાદ પાછો ફર્યો.
મહારાજશ્રી કેસરિયાજીથી વિહાર કરતા ઉદયપુર પધાર્યા. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં અનેક લોકો આવવા લાગ્યા. શ્રાવકોમાં ખૂબ ઉલ્લાસ અને જાગૃતિનું વાતાવરણ થઈ ગયું. એથી સંઘે મહારાજશ્રીને ચાતુર્માસ ઉદયપુરમાં જ કરવા માટે આગ્રહ કર્યો. લોકોનો ઉત્સાહ જોઈ મહારાજશ્રીએ એ માટે સંમતિ દર્શાવી. ચાતુર્માસનું સ્થળ નિશ્ચિત થયા પછી મહારાજશ્રીએ આસપાસના વિસ્તારોમાં વિહાર કર્યો અને ચાતુર્માસ માટે પાછા ઉદયપુર આવી પહોંચ્યા.
એ અરસામાં ઊંઝા તરફથી વિહાર કરીને મુનિશ્રી વલ્લભવિજયજી (યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ) કેસરિયાજી તીર્થની યાત્રાએ છરી પાળતા સંઘની સાથે નીકળ્યા હતા. ઉદયપુર સ્થિરતા દરમિયાન મહારાજશ્રી સાથે તેમની પ્રથમ વાર મુલાકાત થઈ. આ મુલાકાત ઘણી મહત્ત્વની બની. શાસનના ઉદ્ધાર માટે કેવાં કેવાં કાર્યો કરવાં જોઇએ તે અંગે બંને વચ્ચે વિચારવિનિમય થયો. શ્રી વલ્લભવિજયજીએ મહારાજશ્રીને સૂચન કર્યું કે જેન સાધુઓમાં શિથિલાચાર અને મતભેદો વધતા જાય છે એ દૂર કરવા માટે અમદાવાદમાં એક મુનિ સંમેલન બોલાવવાની જરૂર છે. મહારાજશ્રીએ એ સૂચનનો સ્વીકાર કર્યો.
વિ. સં. ૧૯૭૬માં ઉદયપુરના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ “શ્રી પન્નાવણા સૂત્ર' ઉપર વ્યાખ્યાન આપવાનું ચાલુ કર્યું. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો પ્રભાવ એટલો બધો પડ્યો કે એમની તેજસ્વી પ્રતિભા અને વિદ્વત્તા તથા સચોટ વ્યાખ્યાનશૈલીની વાત પ્રસરતી ઉદયપુરના મહારાણા શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org