________________
૪૪૬
પ્રભાવક સ્થવિરો
હતી. પરંતુ સદભાગ્યે તે થઈ નહિ.
જાટ લોકો હિંસક હુમલા માટે યોજનાઓ વિચારતા અને એની અફવાઓ ફેલાતી. મહારાજશ્રી માથે પણ સંકટ ઊભું થયાની વાત આવી હતી. પરંતુ સ્થિતિમાં શાંતિ, કુનેહ અને નિર્ભતાથી કામ લેવાની જરૂર હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર શ્રાવકો તે પ્રમાણે વર્તતા હતા. ભૈરવજીની મૂર્તિ ખસેડવા માટે આ સારી તક હતી એ જોઈને રાતને વખતે ભૈરવજીની મૂર્તિને ખસેડીને બાજુમાં આવેલા ઉપાશ્રયમાં એના મૂળ સ્થાનકે પધરાવવામાં આવી.
પ્રતિષ્ઠાનું મહત્ત્વનું કાર્ય પતી ગયું. હવે બીજા દિવસે સવારે દ્વારોદઘાટનની વિધિ બાકી હતી. પ્રતિષ્ઠાની વિધિ પતી જતાં ઘણા લોકો પોતાના ગામ પાછા ફર્યા હતા, છતાં સેંકડો માણસો હજુ કાપરડાજીમાં રોકાયા હતા. એ દિવસે સાંજે સમાચાર આવ્યા કે પાસેના એક ગામના ચારસો જેટલા હથિયારથી સજ્જ જાટ માણસો મંદિર ઉપર હુમલો કરવાના છે અને મંદિરનો કબજો લઈ લેવાના છે. અચાનક આવી રીતે હુમલો થાય તો ઘણું મોટું જોખમ કહેવાય. મહારાજશ્રીએ ગઢની બહાર જે લોકો તંબુની અંદર રહ્યા હતા તે સર્વને ગઢની અંદર આવી જવા કહ્યું. મુનીમ પનાલાલજીને પણ પરિવાર સહિત ગઢની અંદર બોલાવી લેવામાં આવ્યા. કેટલાક ભક્તોએ મહારાજશ્રીને વિનંતી કરી કે, “જાટ લોકોનો હુમલો આવી પહોંચે એ પહેલાં અમે આપશ્રીને રક્ષકો સાથે બિલાડા ગામે પહોંચાડી દેવા ઇચ્છીએ છીએ. પરંતુ મહારાજશ્રીએ એ દરખાસ્તનો અસ્વીકાર કરીને કહ્યું, “મારું જે થવાનું હશે તે થશે. મને કોઈ ડર નથી. કાપરડાજી તીર્થની રક્ષા કાજે મારા પ્રાણ જશે તો પણ મને તેનો અફસોસ નહિ હોય.'
સાંજે અંધારું થવા આવ્યું. એટલામાં લગભગ ૪૦૦ જેટલા હથિયારધારી જાટ લોકો મંદિર ઉપર હોંકારા કરતાં હલ્લો લઈને આવી પહોંચ્યા. બહુ મોટો શોરબકોર થયો, પરંતુ બધા શ્રાવકો ગઢની અંદર દાખલ થઈ ગયા હતા અને ગઢનો દરવાજો બંધ હતો એટલે જાટ લોકોએ ગઢને ઘેરો ઘાલ્યો. બહારથી તેઓ પથ્થરો મારતા અને બંદૂકની ગોળીઓ પણ છોડતા, પરંતુ સભાગ્યે ગઢની અંદર રહેલા કોઈને ઈજા થઈ નહિ.
આગલે દિવસે જાટ લોકોના હુમલાની અફવા આવી કે તરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org