________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
અને રાજસ્થાનના અગ્રગણ્ય ભક્તોને કાપરડાજીમાં પ્રતિમાઓની ફરી પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થઈ.
સંઘ કાપરડાજી પહોંચે ત્યાં સુધીમાં મુનીમ પનાલાલજીને ચામુંડા માતાની દેરી ખસેડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જાટ લોકોના વિરોધ વચ્ચે પણ એમણે કુનેહપૂર્વક ચામુંડા માતાની દેરી ગઢમાં અન્યત્ર ખસેડાવી હતી. હવે ભૈરવનાથની દેરી ખસેડવાનો પ્રશ્ન હતો.
કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધારની સમસ્યા આમ ગંભીર પ્રકારની હતી. જીર્ણોદ્ધાર માટે ફંડ એકત્ર કરવું, જાટ જાતિના લોકો વચ્ચે જીર્ણોદ્ધારનું કાર્ય કરાવવું અને પશુબિલ અટકાવીને દેવ-દેવીઓની દેરીઓને ખસેડીને પુનઃ સ્થાપિત કરાવવી વગેરે કામ સરળ નહોતાં.
૪૪૫
મહારાજશ્રીએ પોતાને વંદન કરવા આવનાર શ્રેષ્ઠીઓને કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપવાથી થોડા દિવસોમાં એ માટે સારી રકમ લખાઈ ગઈ અને કામ પણ ચાલુ થયું. મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું પણ નક્કી થઈ ગયું. એ માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ.
કાપરડાજીમાં મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૭૫ના મહા સુદ પાંચમનો પ્રતિષ્ઠા-મહોત્સવ ચાલુ થયો. હજારો ભાવિકો કાપરડાજી પધાર્યા. આવો મોટો ઉત્સવ જાટ લોકોને ખૂંચે એ સ્વાભાવિક હતું. જૈનોનું તીર્થ પોતાના હાથમાંથી પાછું જેનોના હાથમાં ચાલ્યું જાય એ તેમને ગમતી વાત નહોતી. પ્રતિષ્ઠા-મહોત્સવમાં ભંગ પડાવવા માટે જાટ લોકોએ તોફાન મચાવવાની ગુપ્ત યોજનાઓ કરી હતી.
પ્રતિષ્ઠા–મહોત્સવની વિધિ દરમ્યાન એક જાટ પોતાના બાળકને લઈને ભૈરવનાથની દેરી પાસે વાળ ઉતરાવવા દાખલ થયો. આ વાતની ખબર પડતાં મહારાજશ્રીએ શ્રાવકોને કહ્યું કે, એને અટકાવવો જોઈએ, નહિ તો પ્રતિષ્ઠા વિધિમાં આશાતના થશે.
પ્રતિષ્ઠા-મહોત્સવ અગાઉ રાજ્યને વિનંતી કરીને દેરાસરની આસપાસ પોલીસનો સખત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. વળી બિલાડાના ફોજદાર વગેરે પણ કાપરડાજીમાં હાજર હતા. એટલે જાટ લોકો ફાવી શક્યા નહોતા. બાળકના વાળ ઉતરાવવા માટે ઇન્કાર કરતી વખતે ધમાલ થવાની સંભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org