________________
૪૪૪
કાપરડાજીમાં જૈનોની ખાસ કોઈ વસ્તી રહી નહિ.
કાપરડાજીના આ જિનમંદિરમાં ખરતરગચ્છના શ્રાવકોએ ચામુંડા માતાજી તથા ભૈરવનાથની એમ દેવ-દેવીની બે દહેરીઓ કરાવેલી. એ દેવ-દેવીઓનો મહિમા એટલો બધો વધી ગયેલો કે જૈનો ઉપરાંત આસપાસના સ્થાનિક જૈનેતર લોકો, ખાસ કરીને જાટ જાતિના લોકો, એમની બાધા કે માનતા રાખતા. દર્શન કરનારાંઓમાં આ જૈનેતર વર્ગ પણ ઘણો મોટો હતો. એ વખત જતાં નાનાં બાળકોના વાળ ઉતરાવવા માટે પણ તેઓ કાપરડાજીના જિનમંદિરમાં આવતા. જૈનોની જ્યારે વસ્તી ઘટતી ગઈ અને દર્શનાર્થીઓમાં મુખ્યત્વે જાટ જાતિના લોકો જ રહ્યા ત્યારે આ તીર્થની આશાતના એટલી હદ સુધી થઈ કે ચામુંડા માતાની દેરી સામે બકરાનો વધ પણ થવા લાગ્યો. પશુબલિની અહીં પરંપરા ચાલવા લાગી. બીજી બાજુ મંદિરના નિભાવ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મંદિર જર્જરિત થઈ ગયું.
મહારાજશ્રી જ્યારે કાપરડાજીના જિનમંદિરમાં પધાર્યા ત્યારે એની હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે એ તીર્થનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ એ માટે હિંમત અને કુનેહની જરૂર હતી. વળી જીર્ણોદ્ધારનું કાર્ય ક્રમાનુસાર કરવાની જરૂર હતી.
મહારાજશ્રીએ સૌથી પહેલાં તો તીર્થનો કબજો જૈનોના હાથમાં આવે એવી કાયદેસરની વ્યવસ્થા કરાવી. ત્યારપછી એમણે ગઢની અંદરની સાફસૂફી કરાવી. મહારાજશ્રીને લાગ્યું કે મંદિરમાં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની દરરોજ નિયમિત પૂજા થવી જોઈએ. જાટ લોકોની વચ્ચે આવીને કોઈ પોતે હિંમતપૂર્વક રહે અને રોજેરોજ જિન પ્રતિમાની પૂજા કરે એવી વ્યક્તિ તરીકે પાલીનગરના શ્રી ફૂલંચદજી નામના એક ગૃહસ્થની એમણે પસંદગી કરી. પેઢીના મુનીમ તરીકે તેમની નિમણૂક કરી. આ રીતે તીર્થ કંઈક જીવંત અને જાગ્રત બન્યું. મહારાજશ્રીને લાગ્યું કે જૈનોમાં આ તીર્થની જાણ થાય તથા લોકોનો ભાવ જાગે એ માટે આ તીર્થની યાત્રાનો એક સંઘ કાઢવો જોઈએ. એ માટે પાલીના શ્રી કિસનલાલજીએ આદેશ માગ્યો તે પ્રમાણે મહારાજશ્રીએ સંઘ કાઢીને કાપરડાજી તરફ વિહાર કર્યો. એમાં ગુજરાત, રાજસ્થાનના કેટલાક શ્રેષ્ઠીઓ જોડાયા. આથી કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે મહારાજશ્રીના ગુજરાત
Jain Education International
પ્રભાવક સ્થવિરો
For Private & Personal Use Only
www.jainelibrary.org