________________
૪૪૨
પ્રભાવક સ્થવિરો
ઉપ૨ મદ્રાસથી એક તાર આવ્યો હતો. તેમનો મદ્રાસમાં રૂનો વેપાર ચાલતો હતો. તારમાં લખ્યું હતું કે રૂના એક સોદામાં અચાનક સાડાત્રણ લાખ રૂપિયાનો નફો થાય છે. મહારાજશ્રીને એ તાર વંચાવતાં સંઘવી ભાઈઓએ કહ્યું: ‘ગુરુદેવ, જુઓ આપની જ કૃપાથી આ સંઘનું તમામ ખર્ચ અમારા માટે આ એક સોદામાંથી જ અણધાર્યું જ નીકળી ગયું છે.' આ વાત સંઘમાં પ્રસરતાં સંઘના આનંદનો પાર ન રહ્યો.
ફલોધીના સંઘે મહારાજશ્રીને ચાતુર્માસ માટે કરેલી વિનંતીનો મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. જેસલમેરના સંઘમાંથી પાછાં ફરતાં મહારાજશ્રી ફલોધી પધાર્યા અને વિ. સં. ૧૯૭૩નું ચાતુર્માસ લોધીમાં કરવાનું નક્કી કર્યું. લોધી (ફલવૃદ્ધિ) એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે. અહીં જૂના વખતનો એક ઉપાશ્રય છે જે ૮૪ ગચ્છના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. આ ઉપાશ્રયમાં કોઈ પણ ગચ્છના કોઈ પણ સાધુ ઊતરી શકે છે. આ શહેરની ઉદારતા અને સહિષ્ણુતા કેટલી બધી હશે તે આવા પ્રકારના ઉપાશ્રયથી સમજી શકાય છે. મહારાજશ્રી ચૌભુજાના ઉપાશ્રયે બિરાજ્યા હતા અને વ્યાખ્યાન આપવા માટે રોજ ૮૪ ગચ્છના ઉપાશ્રયે જતા. અહીં એક વિલક્ષણ ઘટના એ બની હતી કે રોજ એક કબૂતર વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં મહારાજશ્રીની સામે એક ગોખલામાં આવીને બેસી જતું અને વ્યાખ્યાન પૂરું થયા પછી ત્યાંથી ઊડી જતું. અહીંના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ નૂતન જિનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધવા માટે ઉપદેશ આપ્યો હતો. રાજસ્થાનમાં તે વખતે યતિઓ-શ્રીપૂજ્યોનું જોર ઘણું હતું, પરંતુ મહારાજશ્રીની વિશાળ ઉદાર દૃષ્ટિ, સરસ વક્તૃત્વ અને તેજસ્વી મુખમુદ્રાના પ્રભાવને કારણે યતિઓ પણ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવીને બેસતા.
રાજસ્થાન એટલે હસ્તપ્રતોનો ખજાનો. ઘણાય યતિઓ પૈસાની જરૂર પડતાં હસ્તપ્રતો વેચવા નીકળતા. વળી અમુક જાતિના અજ્ઞાન લોકો હસ્તપ્રતો પણ જોખીને વેચતા. પરંતુ મહારાજશ્રી હસ્તપ્રતો જોખીને લેવાની ના પાડતા. સરસ્વતીદેવીને જોખીને ન લેવાય એમ સમજાવતા અને શ્લોકોની ગણતરી અને પૃષ્ઠસંખ્યા પ્રમાણે હસ્તપ્રત લેવાની દરખાસ્ત મૂકતા. પરંતુ એ અજ્ઞાન લોકોને તો એવી ગણતરી આવડે જ નહિ. એટલે પોથીઓનું વજન કરીને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org