________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૪૧
આવતાં જ મહારાજશ્રીએ આબુના અંગ્રેજ રેસિડેન્ટને તાર કરવા માટે આગેવાનો સાથે વિચારણા કરી. એ વાતની મહારાજાને જાણ થતાં તેઓ ગભરાયા, કારણ કે અંગ્રેજ રેસિડન્ટ જો આવશે તો બીજી તકલીફો પણ ઊભી થશે. માટે એમણે તરત દીવાનને મોકલીને સંઘને જણાવ્યું કે જેસલમેર રાજ્યની મુંડકાવેરો નાંખવાની કોઈ ઇચ્છા નથી. ત્યારપછી જેસલમેરના પ્રવેશ વખતે મહારાજશ્રીનું તથા સંઘનું રાજ્ય તરફથી બહુમાન થયું અને ઠાઠમાઠ સાથે સંઘનો પ્રવેશ કરાવ્યો. મહારાજાએ મહારાજશ્રીને માટે પાલખીની વ્યવસ્થા પણ કરી. પરંતુ મહારાજશ્રીએ સાધુના આચારને અનુરૂપ ન હોવાથી તેનો વિવેકપૂર્ણ અસ્વીકાર કર્યો. મહારાજાએ “મહારાજશ્રીને મહેલમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું તો લાભાલાભનો વિચાર કરીને તે સ્વીકાર્યું અને રાજમહેલમાં તેઓ પધાર્યા. તેથી મહારાજાની ઉપર ઘણી મોટી છાપ પડી અને મહારાજશ્રીના તેજસ્વી, પ્રતાપી વ્યક્તિત્વથી અને મધુર ઉપદેશવાણીથી મહારાજા ઘણા પ્રભાવિત થયા. જૈનોને જેસલમેરની તીર્થયાત્રા માટે જે કાંઈ સગવડ જોઈએ તેની કાયમી વ્યવસ્થા કરી આપવાની તત્પરતા તેમણે બતાવી.
જેસલમેરની તીર્થયાત્રા કરીને સંઘ પાછો ફર્યો. આ વખતે તો વાસણા ગામના લોકોએ તો પોતાના ગામમાં જ મુકામ કરવા માટે આગ્રહ કર્યો. એટલે સંઘે ત્યાં મુકામ કર્યો.
ફરીથી એવું બન્યું કે એ જ દિવસે પાછો મુશળધાર વરસાદ વરસ્યો. આથી ગ્રામજનો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજશ્રીને ભક્તિભાવપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા.
સંઘ વિચરતો ફલોધી આવી પહોંચ્યો. મહારાજશ્રીએ સંઘના ભાઈઓને બોલાવીને જાણી લીધું કે તેમની ધારણા કરતાં બમણું ખર્ચ સંઘ કાઢવામાં થઈ ગયું છે. આથી મહારાજશ્રીએ એ ભાર હવેથી ઓછો થાય એ માટે દરેક ગામની નવકારશી ગામવાળા અને બીજાઓ ઉપાડી લે એવી દરખાસ્ત મૂકી. પરંતુ સંઘના ભાઈઓએ કહ્યું કે, “સંઘની તમામ જવાબદારી અમારી જ છે. કોઈ પણ ભોગે આ ખર્ચનો લાભ અમારે જ લેવાનો છે.” તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. તેઓની દઢ ભાવના જોઈને મહારાજશ્રીએ તેઓની વાત માન્ય રાખી તેઓને આશીર્વાદ આપ્યા. બીજે દિવસે સંઘના ભાઈઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org