________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
દેસૂરી, સાંખિયા, ગઢબોલ વગેરે સ્થળે વિહાર કર્યો. એ દિવસોમાં આ કેટલાંક ક્ષેત્રમાં વિહારની, શુદ્ધ આહાર-પાણીની, રાત્રિમુકામ ક૨વાની ઘણી તકલીફ હતી. મૂર્તિપૂજકોનાં ઘર ઓછાં હતાં. અન્ય ફિરકાના લોકો સાથે સંઘર્ષ ચાલતા. મહારાજશ્રીએ આ બધાં સ્થળે વિચરી પોતાની વ્યાખ્યાનશેલીથી અને વ્યક્તિગત મળવા આવનારને સમજાવવાની સરસ શક્તિથી ઘણાંનાં હૃદયનું પરિવર્તન કરાવ્યું હતું. જ્યાં જ્યાં શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંકવાની સ્થિતિ ઊભી થતી ત્યાં અન્ય પક્ષ છેલ્લી ઘડીએ ઉપસ્થિત રહેતો નહિ. ગઢબોલમાં તો આગલા વર્ષે અન્ય પક્ષ તરફથી તીર્થંકર ભગવાનની પ્રતિમાને ખીલા મારવામાં આવ્યા હતા ત્યાં મહારાજશ્રીએ પોતાની કુનેહ અને દીર્ઘદ્ગષ્ટિથી કામ લઈને અન્ય પક્ષના લોકોને શાંત કરી દીધા હતા. ઘણાં સ્થળે કેટલાંયે કુટુંબોને સાચા ધર્મ તરફ વાળ્યાં હતાં. ભિન્ન ભિન્ન સ્થળે વિહાર–યાત્રા કરી મહારાજશ્રીએ ચાતુર્માસ સાદડીમાં કર્યું.
વિ. સં. ૧૯૭૨ના સાદડીના ચાતુર્માસ દરમિયાન સિરોહી રાજ્યના પાલડી ગામે બે શ્રેષ્ઠી મહારાજશ્રી પાસે આવ્યા. તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ કાઢવાની પોતાની ભાવના છે અને તેનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે. મહારાજશ્રીએ તેઓને કહ્યું કે, ‘ભાઈઓ, અમે ગુજરાત બાજુથી હજુ હમણાં જ મારવાડમાં આવ્યા છીએ અને તરત જ પાછાં ગુજરાત તરફ જવાની અનુકૂળતા નથી. પરંતુ તમારે જો સંઘ કાઢવો જ હોય તો જેસલમેરનો કાઢો, કારણ કે અમારે હજુ એ ક્ષેત્રમાં વિચરવાની ભાવના છે.’
સાદડીના એ શ્રેષ્ઠીઓએ મહારાજશ્રીની એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લીધી, એટલું જ નહિ પણ પોતાની સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના હતી તેના પ્રતીકરૂપે તેઓએ આણંદજી કલ્યાણજીની પેઢીને રૂપિયા પાંચ હજાર મોકલી આપ્યા.
મહારાજશ્રી વિહાર કરીને પાલડી ગામે પધાર્યા અને શુભ દિવસે મહારાજશ્રીની નિશ્રામાં સંઘે જેસલમેરની તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું.
ગામેગામ વિહાર કરતો સંઘ લોધી આવી પહોંચ્યો. આ પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થળમાં ઘણા લાંબા વખતથી કુસંપ ચાલતો હતો, અને બે
Jain Education International
૪૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org