________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૩૭.
મહારાજશ્રીએ ખેડા તરફ વિહાર કર્યો. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં મુનિ યશોવિજયજી કાળધર્મ પામ્યા. આમ તેઓ અકાળે કાળધર્મ પામતાં એક તેજસ્વી શિષ્યરત્નને મહારાજશ્રીએ ગુમાવ્યા.
મહારાજશ્રી આથી અમદાવાદ પાછા ફર્યા. એમના અન્ય શિષ્યો પણ અમદાવાદ આવી પહોંચ્યા. આ સમય દરમિયાન દીક્ષાના પ્રસંગો ઊજવાયા. તદુપરાંત તીર્થરક્ષાની બાબતમાં મહારાજશ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, તારંગાજી વગેરે અંગે દેશી રાજ્યોની દખલગીરીને કારણે કોર્ટમાં કેસ ચાલતા હતા તે અંગે સંઘોને તથા આણંદજી કલ્યાણજીની પેઢીને વ્યવહારુ માર્ગદર્શન આપતા રહ્યા હતા. એમાં મહારાજશ્રીને કુદરતી રીતે વરેલી કાનૂની સૂઝ અને દક્ષતાનાં દર્શન થતાં. એમની સલાહ અવશ્ય સાચી પડતી. જેઓ એવો અભિપ્રાય ધરાવતા કે કાયદાની બાબતમાં સાધુમહારાજોને શી સમજ પડે એવા બેરિસ્ટરોને પણ કબૂલ કરવું પડતું કે મહારાજશ્રી પાસે એ વિષયમાં ઘણી ઊંડી સમજ છે. ડૉ. હર્મન જેકોબીએ એક વખત ભારત આવ્યા ત્યારે કહેલું કે, “વિજયનેમિસૂરિ અને વિજય-ધર્મસૂરિ એ બે મહાત્માઓ જો સાધુપણામાં ન હોત તો કોઈ મોટા રાજ્યના દીવાન હોત. સમગ્ર રાજ્યતંત્ર ચલાવી શકે એવી બુદ્ધિ, વ્યવહારદક્ષતા, માણસની પરખ અને દીર્ઘદ્રષ્ટિ એમની પાસે છે.'
અમદાવાદથી મહારાજશ્રી કડી, પાનસર, ભોયણી, મહેસાણા, તારંગા, કુંભારિયાજી વગેરે તીર્થોમાં વિહાર કરતા આબુ પહોંચ્યા. આબુમાં આઠ દિવસની સ્થિરતા કરી મહારાજશ્રી અચલગઢ, સિરોહી, પાડીવ વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં જાવાલ પધાર્યા, જાવાલ એક નાનું ગામ ગણાય, પરંતુ આ ગામના શ્રાવકોની ધર્મભાવના અને આગ્રહ જોતાં મહારાજશ્રીએ વિ. સં. ૧૯૭૧નું ચાતુર્માસ જાવાલમાં કરવાનું નક્કી કર્યું. આ ચાતુર્માસની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ગામના લોકોને પ્રેરણા આપી પાઠશાળાની સ્થાપના કરાવી, નવો ઉપાશ્રય કરાવ્યો, પાંજરાપોળની સ્થાપના કરાવી, નૂતન દેરાસર માટે વાડી ખરીદાવી તથા આસપાસનાં ગામો વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ કરાવ્યું. તદુપરાંત જાવાલમાં દીક્ષાનો મહોત્સવ યોજાયો. બોટાદના શ્રી અમૃતલાલ તથા રાજગઢના શ્રી પ્યારેલાલને દીક્ષા આપવામાં આવી અને અમૃતલાલનું નામ મુનિ શ્રી અમૃતવિજયજી તથા પ્યારેલાલનું નામ મુનિ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org