________________
૪૩૬
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઓગણજ પધાર્યા. રસ્તામાં ભૂલા પડ્યા હતા. પરંતુ શાસનદેવની ગેબી કૃપાથી સાચા રસ્તે વળી ગયા હતા. ઓગણજથી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં આવીને મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓને શેરીસા તીર્થના ઇતિહાસની અને એ તીર્થના જીર્ણોદ્ધારની વાત કરી. એ વખતે ટીપ કરવાની વાત ચાલી, પરંતુ જીર્ણોદ્ધાર માટે પચીસ હજાર જેટલી રકમની જરૂર હતી. એટલે શેઠશ્રી મનસુખભાઈએ એ રકમ એકલાએ આપવાની જાહેરાત કરી.
મહારાજશ્રી ચાતુર્માસ માટે પાંજરાપોળના ઉપાશ્રયે પ્રવેશ કર્યો. આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વનું કાર્ય મહારાજશ્રીએ એ કર્યું કે તીર્થની રક્ષા માટે સ્થપાયેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનર્રચનામાં એમણે ઘણું સરસ માર્ગદર્શન આપ્યું.
ચાતુર્માસ પછી થોડા વખતમાં મહારાજશ્રીના અનન્ય ભક્ત મનસુખભાઈનું અચાનક અવસાન થયું. એથી મહારાજશ્રીના એક પરમ ગુરુભક્ત સમાજે ગુમાવ્યા. એમના અવસાન પછી એમના સુપુત્ર શેઠશ્રી માણેકલાલભાઈ ઘણાં મહત્ત્વનાં કાર્યોમાં એટલી જ ઉદારતાથી આર્થિક સહાય કરવા લાગ્યા.
ત્યારપછી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં કપડવંજ પધાર્યા. અહીં એમનું ચાતુર્માસ નક્કી થયું હતું. કપડવંજમાં મહારાજશ્રીના ત્રણ શિષ્યો શ્રી દર્શનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. આ મહોત્સવ પ્રસંગે એટલા બધા માણસો કપડવંજ આવ્યા હતા કે રેલવેને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉત્સવમાં એક એવી ચમત્કારિક ઘટના બની કે વરસાદના એ દિવસોમાં વરસાદ ચાલુ જ પડ્યા કરતો હતો. પરંતુ ગણિપદવીની ક્રિયા વખતે, શોભાયાત્રા વખતે, નવકારશી વખતે અચાનક વરસાદ બંધ થઈ ગયો હતો અને તે કાર્યક્રમ પૂરો થતાં વરસાદ ચાલુ થઈ ગયો હતો.
કપડવંજનું ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. દરમિયાન સમાચાર આવ્યા કે એમના શિષ્ય મુનિ યશોવિજયજીની ખેડામાં તબિયત એકદમ ગંભીર થઈ ગઈ છે અને ગુરુમહારાજનાં દર્શન માટે તેઓ ઝંખે છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org