________________
૪૩૮
પ્રભાવક સ્થવિરો
ભક્તિવિજયજી રાખવામાં આવ્યું. જાવાલના શ્રાવકોનો ભક્તિભાવ અને ઉત્સાહ જોઈ મહારાજશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં ધર્મશાળા બાંધવાનો નિર્ણય જાહેર કર્યો અને તદનુસાર પાલિતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં જાવાલવાળાની ધર્મશાળા બંધાઈ.
સાધુ મહાત્માઓના નૈષ્ઠિક અખંડ બ્રહ્મચર્ય અને કરુણાભરી સંયમશીલ સાધનાનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. મહારાજશ્રીના જીવનમાં પણ એવી કેટલીક ઘટનાઓ બનેલી નોંધાઈ છે.
મહારાજશ્રી એક વખત કાસોર ગામમાં પધાર્યા હતા. અહીં એક શ્રાવકના નાના દીકરાને વારંવાર ઊલટી થતી. કોઈ કોઈ વાર થંકમાં પણ લોહી આવતું. ઘણા ઉપચાર કરવા છતાં તેને મટતું નહિ. મહારાજશ્રી ગામમાં પધાર્યા અને વ્યાખ્યાન ચાલુ થયું તે વખતે તે શ્રાવક પોતાના દીકરાને લઈને વ્યાખ્યાનમાં આવીને બેઠા. વ્યાખ્યાન દરમિયાન છોકરાને ઘણી રાહત લાગી એટલે વ્યાખ્યાન પછી પણ છોકરો ઉપાશ્રયમાં મહારાજશ્રી પાસે બેસી રહ્યો. આ રીતે ચાર-પાંચ કલાકમાં એને ઘૂંકમાં લોહી ન આવ્યું. ત્યારપછી મહારાજશ્રી ગોચરી વાપરવા બેસવાના હતા. એટલે એમણે છોકરાને કહ્યું, “ભાઈ થોડી વાર બહાર જાઓ. અમે ગોચરી વાપરી લઈએ.” છોકરો જેવો ઉપાશ્રયની બહાર ગયો કે તરત એને થુંકમાં લોહી આવવા લાગ્યું. ગોચરી પતી ગયા પછી પાછો ફરીને તે ઉપાશ્રયમાં આવીને બેઠો કે લોહી બંધ થઈ ગયું.
આ ઘટનાની વાત જાણીને છોકરાનાં માતા-પિતાને થયું કે જરૂર મહારાજશ્રીના પ્રભાવથી જ આ પ્રમાણે બન્યું હશે. તેઓ બધાં મહારાજશ્રી પાસે આવ્યાં અને બનેલી ઘટનાની વાત કરી અને છોકરાને સાજો કરી આપવા વિનંતી કરી.
મહારાજશ્રીએ કહ્યું કે, “અમે કોઈ દોરાધાગા કે ચમત્કાર કરતા નથી.” પછી છોકરાને કહ્યું કે, “તું રોજ ભાવથી નવકારમંત્ર ગણજે. તારો રોગ મટી જશે.' છોકરાએ એ પ્રમાણે રોજ નિયમિત નવકારમંત્ર ગણવાનું ચાલુ કર્યું અને જાણે ચમત્કાર થયો હોય તેમ તેનો રોગ કાયમ માટે ચાલ્યો ગયો.
જાવાલના ચાતુર્માસ પછી મહારાજશ્રી મારવાડમાં અને મેવાડમાં વિચર્યા. તેમણે વરકાણા, વીજોવા, નાડોલ, નાડલાઈ, ઘાણેરાવ, મૂછાળા મહાવીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org