________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૪૩
વેચવાનો આગ્રહ રાખતા. આવી ઘણી દુર્લભ પોથીઓ મહારાજશ્રી શ્રાવકોને ભલામણ કરીને ખરીદાવી લેતા જેથી તે નષ્ટ ન થાય.
ફલોધીથી મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં તપગચ્છ, ખરતરગચ્છ, કમળાગચ્છ વગેરેના મતભેદો હતા, પરંતુ મહારાજશ્રીએ ઉદાર સમન્વયની દૃષ્ટિ રાખી હતી. બીકાનેરમાં મહારાજશ્રીને મળવા જયદયાળ નામના એક વિદ્વાન હિંદુ પંડિત આવ્યા હતા. પંડિત જયદયાળને જૈન ધર્મમાં રસ હતો. એમણે કેટલોક અભ્યાસ પણ કર્યો હતો. તેમને સિદ્ધચક્રના નવ પદના નવ રંગ શા માટે છે એ જાણવાની જિજ્ઞાસા હતી. મહારાજશ્રીએ એમને એ વિશે સમજણ આપી એથી એમને ખૂબ સંતોષ થયો. આ પંડિત જયદયાળ શર્માએ નવકારમંત્ર' વિશેની કેટલીક પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનો હિંદીમાં અર્થવિસ્તાર કરતો મૂલ્યવાન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
મહારાજશ્રી સં. ૧૯૭૩નું ચાતુર્માસ ફલોધીમાં કરીને બીકાનેર, નાગોર, મેડતા, જેતારણ વગેરે સ્થળોનો વિહાર કરીને કાપરડજી પાસેન બિલાડા નામના ગામે પધાર્યા હતા. ત્યાંના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરાફને ભાવના થઈ હતી કે પૂ. મહારાજશ્રી જો કાપરડા તીર્થના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે તો તે જરૂર સારી રીતે પાર પડી શકે. પરંતુ કાપરડાજી તીર્થના ઉદ્ધારનું કાર્ય સરળ નહોતું. આ પ્રાચીન ઐતિહાસિક તીર્થમાં વિ. સં. ૧૬૭૮માં જિનમંદિરમાં મૂળનાયકની પ્રતિષ્ઠા થઈ હતી. એ સમયે જોધપુર રાજ્યના સૂબેદાર શ્રી ભાણાજી ભંડારી હતા. રાજ્ય તરફથી કંઈ મુશ્કેલી આવી પડતાં એક યતિજીએ એમને સહાય કરેલી. તેના આશીર્વાદથી એમણે કાપરડામાં ચાર માળવાળું ચૌમુખી જિનમંદિર બંધાવ્યું હતું. એમાં ગામ બહાર જમીનમાંથી નીકળેલા શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનના જિનબિંબ સહિત ચાર જિનબિંબની પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક કરવામાં આવી હતી.
આ કાપરડાજી તીર્થ એ જમાનામાં એક પ્રખ્યાત તીર્થ બની ગયું હતું.
લગભગ અઢી-ત્રણ સૈકાથી વધુ સમય આ તીર્થનો મહિમા ઘણો મોટો રહ્યો હતો. પરંતુ વીસમી સદીના પ્રારંભમાં રાજદ્વારી પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓનાં કારણોને લીધે કાપરડાજીની જાહોજલાલી ઘટતી ગઈ. અને જૈન કુટુંબો આજીવિકા માટે અન્યત્ર સ્થળાંતર કરતાં ગયાં. એમ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org