________________
૪૩૪
પ્રભાવક સ્થવિરો
મગાવી આપતા. લીંબડીનરેશનો આટલો ઉત્સાહ જોઈ મહારાજશ્રીએ એમની પાસે જીવદયાનાં પણ સારાં કાર્યો કરાવ્યાં તથા લીંબડીના હસ્તપ્રત ભંડારોને પણ વ્યવસ્થિત અને સમૃદ્ધ કર્યા.
મહારાજશ્રીએ ત્યારપછી વિ. સં. ૧૯૬૭નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. મહારાજશ્રી છ વર્ષ પછી અમદાવાદમાં પાછા પધારતા હતા એટલે શ્રોતાઓની એટલી ભીડ થતી કે ઉપાશ્રયને બદલે બહાર ખુલ્લામાં મંડપ બાંધી ત્યાં વ્યાખ્યાન રાખવામાં આવતાં. વ્યાખ્યાનમાં મહારાજશ્રીએ “ભગવતી સૂત્ર' તથા સમરાઈએ કહા” એ બે પસંદ કર્યા હતાં.
અમદાવાદના આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઘટના એ બની કે અમદાવાદના શ્રેષ્ઠી શેઠ અંબાલાલ સારાભાઈને કોઈ નજીવા કારણસર વિવાદ વધતાં ન્યાતબહાર મૂકવાની દરખાસ્ત આવી હતી. ત્યારે તેમાં મધ્યસ્થી કરીને મહારાજશ્રીએ એ પ્રકરણનો સુખદ સમાધાનભર્યો અંત આણ્યો હતો.
આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પાંજરાપોળના કાર્યને વધુ સુદઢ બનાવ્યું. કતલખાને જતી ભેંસોને અટકાવીને તેને પાંજરાપોળમાં રાખવા માટે વધુ નિભાવખર્ચની જરૂર હતી તે માટે મહારાજશ્રી વ્યાખ્યાનોમાં એવી હૃદયદ્રારક અરજ કરી કે તાત્કાલિક ઘણું મોટું ભંડોળ થઈ ગયું.
ચાતુર્માસ પછી ઉત્તર ગુજરાતમાં વિચર્યા પછી મહારાજશ્રીનો વિહાર અમદાવાદ તરફ હતો. રસ્તામાં કલોલ શહેરમાં તેમણે સ્થિરતા કરી. એ વખતે કલોલના બે શ્રેષ્ઠીઓએ એમને વાત કરી કે ચારેક માઈલ ઉપર એક શેરીસા નામનું ગામ છે ત્યાં એક જૈનમંદિરના જૂના અવશેષો છૂટાછવાયા જોવા મળે છે. ગામમાં જૈનોની કોઈ વસ્તી નથી.
મહારાજશ્રીને પ્રાચીન શેરીસા પાર્શ્વનાથ તીર્થના ઇતિહાસની ખબર હતી. રાજા કુમારપાળના વખતમાં નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિએ ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. કુમારપાળ રાજાએ પોતે પણ એક પ્રતિમા ભરાવીને ત્યાં કરાવેલી, ત્યારથી શેરીસા તીર્થ બહુ ખ્યાતિ પામ્યું. તેરમા સૈકામાં વસ્તુપાલ અને તેજપાલે આ તીર્થમાં બે દેવકુલિકા બનાવીને એકમાં નેમિનાથ ભગવાનની અને બીજીમાં શ્રી અંબિકા દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આમ ઉત્તરોત્તર આ તીર્થનો મહિમા ઘણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org