________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૩૩
કલ્યાણજીની પેઢીને તમે વાજબી કિંમતે આપો.' આપાભાઈનો ભક્તિભાવપૂર્વક ઘણો આગ્રહ હોવા છતાં મહારાજશ્રીએ દસ્તાવેજનો અસ્વીકાર કર્યો. છેવટે દસ્તાવેજમાં મહારાજશ્રીએ ગામોના લોકો ઉપર કરેલા ઉપકારોનો નિર્દેશ દસ્તાવેજમાં કરાવવામાં આવે એ શરતે પેઢીને જમીન વેચાતી આપવામાં આવી.
બોદાના નેસથી મહારાજશ્રી ચોક, રોહિશાળા, ભંડારિયા વગેરે ગામોમાં વિચરતાં વિચરતાં પાછા ચોક પધાર્યા. તે વખતે એક દિવસ શ્રી ઉદયસૂરિ મહારાજની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઈ ગયા. કોઈ જીવલેણ માંદગીની શક્યતા હતી. એમને પાલિતાણા લઈ આવ્યા. સદ્ભાગ્યે, સમયસરના ઉપચારથી એમની તબિયત સારી થઈ ગઈ. ચૈત્ર મહિનો હતો એટલે મહારાજશ્રી પૂનમ સુધી પાલિતાણા રોકાયા અને પૂનમની જાત્રા કરી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં વળા થઈને બોટાદ પધાર્યા.
બોટાદના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પોતાનાં વ્યાખ્યાનો અને ઉપદેશ દ્વારા વિવિધ પ્રકારનાં ધર્મકાર્યો કરાવ્યાં. આ દિવસો દરમિયાન, કિંવદન્તી કહે છે તે પ્રમાણે બોટાદના તે સમયના જાદુગર મહંમદ છેલ મહારાજશ્રીને મળવા આવ્યા હતા, અને તેમણે એકાદ જાદુનો પ્રયોગ કરી મહારાજશ્રીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મહારાજશ્રીએ પોતે એક ચમત્કૃતિ બતાવીને મહંમદ છેલને આંજી દીધા હતા અને સમજાવ્યું હતું કે સાધનાના માર્ગમાં આવા ચમત્કારોનું બહુ મૂલ્ય નથી માટે તેમાં અટવાઈ જવું ન જોઈએ.
મહારાજશ્રીની કીર્તિ ચારે બાજુ પ્રસરતી હતી. એવામાં લીંબડીના રાજવીને ખબર પડી કે મહારાજશ્રી ચાતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ તરફ જવાના છે ત્યારે તેમણે લીંબડી પધારવા માટે ખાસ વિનંતી કરી. મહારાજશ્રી લીંબડી પધાર્યા ત્યારે એમણે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ હાજર રહેવાનું ચાલુ કર્યું. એથી સમગ્ર પ્રજા પર ઘણી મોટી છાપ પડી અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર વર્ગ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાગ્યો. લીંબડીની થોડા દિવસની સ્થિરતા વિચારી હતી, તેને બદલે રાજવીના અત્યંત આગ્રહને માન આપી મહારાજશ્રીને એક મહિના સુધી લીંબડીમાં રોકાવું પડ્યું હતું. તેઓ મહારાજશ્રીની તથા તેમના શિષ્યોની તબિયત માટે પણ બહુ દરકાર કરતા અને જોઈતાં વિવિધ ઔષધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org