________________
૪૩ ૨
પ્રભાવક સ્થવિરો
આ અરસામાં મહારાજશ્રીને સમાચાર મળ્યા કે અંતરીક્ષજી તીર્થમાં શ્રી સાગરજી મહારાજ તીર્થના વિવાદમાં મુશ્કેલીમાં મુકાયા છે અને ઝઘડો કોર્ટ સુધી ગયો છે. એ જાણીને મહારાજશ્રીએ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણીઓ તથા કાયદાના અન્ય નિષ્ણાતોને બોલાવીને, તેમને યોગ્ય સલાહસૂચનો આપી, અંતરીક્ષજી મોકલ્યા. એથી કોર્ટમાં કેસ લડવામાં પેઢીને સફળતા મળી અને સાગરજી મહારાજની મુશ્કેલી દૂર થઈ.
મહારાજશ્રી દાઠાથી વિહાર કરી મહુવા પહોંચ્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. મહુવામાં ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીનાં સંસારી માતુશ્રીએ તથા નાના ભાઈએ સારી ધર્મારાધના કરી. મહારાજશ્રીની નિશ્રામાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો થયાં અને ચાતુર્માસને અંતે સિદ્ધાચલજીનો સંઘ નીકળ્યો.
- સિદ્ધાચલ તીર્થની યાત્રા કરી વિ. સં. ૧૯૬૬માં મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે વિચરતાં બોદાના નેસ પધાર્યા. કોળી, ભરવાડ વગેરે લોકોના નેસડા જેવાં ગામો આ વિસ્તારમાં હતાં. દરબારો, ગરાસિયાઓની માલિકીનાં આ ગામો હતાં. બોદાના નેસ એટલે પ્રાચીન કદમ્બગિરિનો વિસ્તાર. કદમ્બગિરિ એટલે સિદ્ધગિરિના બાર ગાઉના વિસ્તારમાં આવેલાં પાંચ શિખરોમાંનું એક શિખર. ગઈ ચોવીસીના સંપ્રતિ નામના તીર્થકર ભગવાનના કદમ્બ નામના ગણધર ભગવંત એક કરોડ મુનિઓ સાથે આ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા હતા. ત્યારથી આ ગિરિ કદમ્બગિરિ તરીકે ઓળખાય છે. સિદ્ધાચલની બાર ગાઉની જયારે પ્રદક્ષિણા થતી હતી ત્યારે એ પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ કદમ્બગિરિ આવતું. આ પ્રાચીન પુનિત તીર્થની આવી અવદશા જોઈને એનો ઉદ્ધાર કરવાની ભાવના મહારાજશ્રીના હૃદયમાં જાગ્રત થઈ. તેઓ આ પ્રદેશમાં વિચર્યા હતા અને અનેક લોકોને ચોરી, ખૂન, દારૂ, જુગાર, તમાકુ વગેરે પ્રકારનાં પાપકાર્યોમાંથી મુક્ત કરાવ્યા હતા. એટલે લોકોનો મહારાજશ્રી પ્રત્યેનો આદરભાવ ઘણો મોટો હતો. એથી જ મહારાજશ્રીએ આ ગામના દરબાર શ્રી આપાભાઈ કામળિયા પાસે પોતાની ભાવના વ્યક્ત કરી અને તેઓને લઈને મહરાજશ્રી ડુંગર ઉપર ગયા અને તીર્થોદ્ધાર માટે જોઈતી જમીન બતાવી. આપાભાઈએ એ જમીન ભેટ તરીકે આપવાની ભાવના બતાવી, પરંતુ મહારાજશ્રીએ કહ્યું, “અમારે ભેટ તરીકે નથી જોઈતી. શેઠ આણંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org