________________
૪૩૦
પ્રભાવક સ્થવિરો
ફાટી નીકળ્યો. એની અસર બે શિષ્યોને થતાં છાણીમાં મહારાજશ્રીને રોકાઈ જવું પડ્યું. સભાગ્યે શિષ્યોને સારું થઈ ગયું. પરંતુ ત્યારપછી મહારાજશ્રીને તાવ તથા સંગ્રહણી થયાં. એટલે છેવટે સુરતના ચાતુર્માસનો કાર્યક્રમ બંધ રાખવો પડ્યો. સ્વસ્થતા થતાં તેઓ બધા વિહાર કરી અમદાવાદ આવ્યા.
* ત્યારપછી મહારાજશ્રી છાણીથી વડોદરા, ડભોઈ વગેરે સ્થળે વિહાર કરતાં ખંભાત પધાર્યા, કારણ કે અહીં એમના હસ્તે જીરાવલા પાડાના ૧૯ ગભારાવાળા ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ્રતિષ્ઠા થવાની હતી. પ્રતિષ્ઠાવિધિ મહોત્સવપૂર્વક પૂરી થઈ. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૩નું ચાતુર્માસ પણ ખંભાતમાં કર્યું. અમદાવાદ પછી મહારાજશ્રીના ધર્મપ્રચારનું મોટું ક્ષેત્ર ખંભાત હતું. એમણે અહીંના ભંડારોની હસ્તપ્રતો વ્યવસ્થિત કરાવી તથા કન્યાઓની વ્યાવહારિક કેળવણી માટે શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન કન્યાશાળાની સ્થાપના કરાવી.
ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરી અમદાવાદ થઈ કલોલ પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા કરાવી ભોયણી, શંખેશ્વર વગેરે તીર્થોની વિહારયાત્રા કરતાં કરતાં તેઓ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું શેઠ મનસુખભાઈ ભગુભાઈના પ્રમુખપદે અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં મહારાજશ્રી રોજ ભિન્ન ભિન્ન વિષય ઉપર વ્યાખ્યાન આપતા. તેમનું વક્તવ્ય એટલું સચોટ તથા વિદ્વભોગ્ય રહેતું કે તે સાંભળવા માટે ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી, ગાયકવાડી સૂબા, જૂનાગઢના દીવાન તથા અન્ય રાજ્યાધિકારીઓ પણ આવતા.
ભાવનગરની આ જૈન કોન્ફરન્સમાં દેશભરમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. કોન્ફરન્સના અગ્રણીઓએ તે વખતે પંન્યાસશ્રી ગંભીરવિજયજી તથા શ્રી મણિવિજયજી સાથે વિચારણા કરી કે તપગચ્છમાં કોઈ આચાર્ય છે નહિ. પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ પોતાને પદવી આપે એવા વડીલ મુનિરાજ ન હોવાથી તથા શરીરની અશક્તિને કારણે એ જવાબદારી સ્વીકારવાની સ્પષ્ટ અનિચ્છા દર્શાવી. વિધિપૂર્વક યોગદ્વહન કર્યા હોય અને શાસનની જવાબદારી સંભાળી શકે એવી સમર્થ વ્યક્તિ તરીકે તેઓને પંન્યાસશ્રી નેમિવિજયજીમાં પૂરી યોગ્યતા જણાઈ. આથી તેઓએ ભાવનગરના સંઘના તથા બહારગામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org