________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૨૯
ચઢવાની તેમને મનાઈ થઈ. તીર્થની આશાતના બંધ કરવાનો તેમને હુકમ મળ્યો. કોર્ટનો હુકમ મળતાં ઠાકોર લાચાર થઈ ગયા. મહારાજશ્રીની પ્રેરણા અને કુનેહથી મળેલા જૈનોના આ વિજયને ગામેગામ લોકોએ ઉત્સવ તરીકે ઊજવ્યો.
પાલિતાણાથી ત્યારપછી વિહાર કરીને મહારાજશ્રી મહુવા પધાર્યા. એમના સંસારી પિતાશ્રી લક્ષ્મીચંદભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ આવતા હતા. મહારાજશ્રી વ્યાખ્યાનમાં રોજ હરિભદ્રસૂરિકૃત “અષ્ટકજી' વાંચતા હતા. મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળીને લક્ષ્મીચંદભાઈના હૃદયનું ઘણું પરિવર્તન થઈ ગયું હતું. મહારાજશ્રીએ જ્યારે દીક્ષા લીધી ત્યારે લક્ષ્મીચંદભાઈને ઘણો રોષ હતો. પરંતુ હવે મહારાજશ્રીની વિદ્વત્તા, અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને ચુસ્ત સંયમપાલન જોઈને પોતાના એ પુત્રને માટે લક્ષ્મીચંદભાઈ ધન્યતા અનુભવવા લાગ્યા હતા. અને તેમને પણ વૈરાગ્ય અને જ્ઞાનનો રંગ લાગ્યો હતો. તેઓ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના ગ્રંથોનું પરિશીલન જીવનનાં છેલ્લાં વર્ષોમાં નિયમિત કરતા રહ્યા હતા.
ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ વિહાર કર્યો. ભોયણી તીર્થની યાત્રા કરી તેઓ કલોલ પધાર્યા. ત્યાંના દેરાસરના જીર્ણોદ્ધારની આવશ્યકતા હતી એટલે અમદાવાદ આવીને એ માટે ઉપદેશ આપતાં એક શ્રેષ્ઠીએ એમની તમામ જવાબદારી ઉપાડી લીધી. અમદાવાદની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ચાર મુમુક્ષુઓને અમદાવાદમાં દીક્ષા આપી અને મુમુક્ષુ શ્રી ઉજમશીભાઈ ઘીયાને એમનાં કુટુંબીજનોનો વિરોધ હતો તેથી ત્યારપછી માતર પાસે દેવા ગામે દીક્ષા આપી. આ ઉજમશીભાઈ તે મુનિ ઉદયવિજયજી, જે પછી મહારાજશ્રીના પટ્ટધર શિષ્ય ઉદયસૂરિજી બન્યા. મુનિ ઉદયવિજયજીને એમનાં કુટુંબીજનોની ઇચ્છા અનુસાર વડી દીક્ષા ખંભાતમાં આપવામાં આવી, અને સં. ૧૯૬૨નું ચાતુર્માસ મહારાજશ્રીએ ખંભાતમાં જ કર્યું અને તે દરમિયાન પોતાના શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો.
ખંભાતના ચાતુર્માસ પછી સુરતના સંઘની વિનંતીને માન આપીને ચાતુર્માસ સુરતમાં કરવા મહારાજશ્રીએ વિહાર કર્યો. પરંતુ બોરસદમાં એક શિષ્ય મુનિ નવિજયજી કાળધર્મ પામ્યા. વળી તે સમયે પ્લેગનો રોગચાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org