________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૨૭
અર્પણ કરી હતી. આ ઉત્સવ પછી મહારાજશ્રીએ વલ્લભીપુરમાં મુનિ આનંદસાગરજી, મુનિ પ્રેમવિજયજી તથા મુનિશ્રી સુમતિવિજયજીને ભગવતીસૂત્ર'ના યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારપછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં કર્યું.
વિ. સં. ૧૯૬૦ના ચાતુર્માસ પછી અમદાવાદથી શેઠશ્રી વાડીલાલ જેઠાલાલે મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ કાયો હતો. સંઘે યાત્રા નિર્વિઘ્ન, ઉમંગભેર પૂરી કરી હતી. મહારાજશ્રીએ ત્યારપછી પાલિતાણામાં થોડો સમય સ્થિરતા કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી પાલિતાણાના ઠાકોર શ્રી માનસિંહજીને જૈનો તરફ દ્વેષ થયો હતો. ઠાકોરના રાજ્યમાં શત્રુંજયનો પહાડ આવેલો હોવાથી તેઓ પહાડ ઉપર બૂટ પહેરીને ચઢતા હતા. આ વાતની કોઈકે તેમની આગળ ટકોર કરી એટલે ઠાકોરને થયું કે પોતે રાજ્યના માલિક છે અને કોઈ સામાન્ય માણસ પોતાની કેમ ટીકા કરી શકે ? અસહિષ્ણુ અને ક્રોધી સ્વભાવના ઠાકોરે જૈનોની પવિત્ર ભાવનાને આદર આપવાને બદલે જાણીજોઈને બૂટ પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર ઠેઠ દાદાના દરબારમાં જવાનું ચાલુ કર્યું. આથી તો ઊલટી જેનોની લાગણી વધુ દુભાઈ. ઠાકોરના આ આશાતનાભર્યા દુષ્ટ કૃત્ય સામે ઘણો ઊહાપોહ થયો અને વિરોધ દર્શાવવા માટે ઠાકોર ઉપર ગામેગામથી તાર આવવા લાગ્યા. પરંતુ એની ઠાકોર ઉપર કોઈ અસર થઈ નહિ.
આ વાત મહારાજશ્રી નેમિવિજયજી પાસે આવી ત્યારે તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોને કહ્યું કે તેઓ રૂબરૂ જઈને ઠાકોરને સમજાવે અને ન માને તો પછી રાજકોટના પોલિટિકલ એજન્ટની કોર્ટમાં કેસ દાખલ કરવો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારો ઠાકોરને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા. એટલે કૉર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. આથી તો ઠાકોર વધુ ઉશ્કેરાયા. તેમણે ગામના મુસલમાનોને બોલાવ્યા અને ચઢાવ્યા. તેમણે મુસલમાનોને કહ્યું કે ડુંગર ઉપર ઇંગારશા પીરના સ્થાનકમાં રાજ્યના ખર્ચે પાકી દીવાલ કરી આપવામાં આવશે અને એક ઓરડી પણ બાંધી આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org