________________
૪૨૬
પ્રભાવક સ્થવિરો
પ્લેગનો ઉપદ્રવ ચાલુ થયો એટલે તેઓને ત્યાંથી અચાનક વિહાર કરીને શાસ્ત્રીય મર્યાદા અનુસાર નજીકના વરતેજ ગામે જવું પડ્યું. પરંતુ ત્યાં પણ પ્લેગના કિસ્સા બનવા લાગ્યા હતા. ખુદ પંન્યાસજી મહારાજના બે શિષ્યને પણ પ્લેગની ગાંઠ નીકળી. એથી પંન્યાસજી મહારાજ ચિંતાતુર બની ગયા હતા. પરંતુ મહારાજશ્રી નેમિવિજયજીએ બે શિષ્યોના રાત-દિવસ કાળજીપૂર્વક ઉપચાર કર્યા કે જેથી તેઓની ગાંઠ ઓગળી ગઈ અને તેઓ પ્લેગમાંથી બચી ગયા. પરંતુ આ પરિશ્રમને કારણે મહારાજશ્રીને તાવ આવ્યો અને તે ઊતરતો ન હતો. એ સમાચાર મહારાજશ્રીના પરમભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને અમદાવાદમાં મળ્યા. તેમણે મહારાજશ્રીનો તાવ ઊતર્યો છે કે નહિ તે જાણવા માટે એક દિવસમાં ઘણા બધા તાર કર્યા. એ દિવસોમાં જલદી સમાચાર મેળવવા માટે તારનું જ એક માત્ર સાધન હતું અને તેનો પણ લોકો નછૂટકે જ ઉપયોગ કરતા. એટલે વરતેજ જેવા નાના ગામમાં આટલા બધા તાર ચોવીસ કલાકમાં આવ્યા એથી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી. મહારાજશ્રીની તબિયત બરાબર થઈ નહોતી એ જાણીને શેઠ મનસુખભાઈએ અમદાવાદના પોતાના ડૉક્ટરને વરતેજ રવાના કર્યા. એ વખતે મનસુખભાઈના પોતાના પુત્ર માણેકલાલને તાવ આવતો હતો. પરંતુ ગુરુમહારાજ અધિક છે એમ સમજીને તેમણે ડૉક્ટરને મોકલ્યા હતા. ડૉક્ટર આવતાં અને બરાબર ઉપચાર થતાં મહારાજશ્રીનો તાવ ઊતરી ગયો. એથી શેઠે નિશ્ચિતતા અનુભવી.
ચાતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ અને અન્ય મુનિવરો વળા (વલ્લભીપુર) પધાર્યા. વળાનું પ્રાચીન એતિહાસિક નામ “વલ્લભીપુર મહારાજશ્રીએ પ્રચલિત કર્યું હતું. વલ્લભીપુરના ઠાકોરસાહેબ શ્રી વખતસિંહજી મહારાજશ્રીના અનન્ય ભક્ત હતા. મહારાજશ્રીના ભગવતીસૂત્ર'ના જોગ પૂરા થવા આવ્યા હતા. એટલે એમને ગણિ તથા પંન્યાસની પદવી વલ્લભીપુરમાં આપવામાં આવે એવો એમનો ઘણો આગ્રહ હતો અને છેવટે એ પ્રમાણે જ નિર્ણય થયો. મહારાજશ્રીના અનન્ય ભક્ત અમદાવાદના શેઠ મનસુખભાઈએ આ મહોત્સવના બધા આદેશ પોતે મેળવી લીધા હતા. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ચતુર્વિધ સંઘ સમક્ષ બધી વિધિ કરવાપૂર્વક મહારાજશ્રીને “ગણિ' પદવી અને ત્યારપછી થોડા દિવસે “પંન્યાસ' પદવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org