________________
૪૨૪
પ્રભાવક સ્થવિરો
હોવો જોઈએ. પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂપચાપ તપાસ કરાવતાં મહારાજશ્રીને ખબર પડી કે પોતાનું અનુમાન સાચું છે. હવે આ ભેંસોને બચાવવી કેવી રીતે ?
મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને યુક્તિ બતાવી. વિદ્યાર્થીઓએ ભેંસો પાસે જઈને એમને એવી રીતે ભડકાવી કે બધી આમતેમ ભાગી ગઈ. કસાઈના હાથમાં કોઈ રહી નહીં. પછીથી પણ તે મળી નહીં. કસાઈએ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી, કેસ ચાલ્યો, ન્યાયાધીશે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. મહારાજશ્રીએ ઢોરોના નિર્વાહ માટે કાયમી ફંડ ઊભું કરાવ્યું અને પાંજરાપોળની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી.
પેટલાદથી મહારાજશ્રી માતર, ખેડા વગેરે સ્થળે વિહાર કરી, ક્યાંક ગામમાં ચાલતા કુસંપનું નિવારણ કરતા, ક્યાંક દેરાસર કે ઉપાશ્રયના જીણાદ્વાર કે નિર્વાહ માટે ઉપદેશ આપતા, તો ક્યાંક પાંજરાપોળની સ્થાપના માટે અથવા તો તેના નિર્વાહ માટે ભલામણ કરતા. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો પ્રભાવ એટલો બધો હતો કે અર્જુન અમલદારો પણ તેમની વાણી સાંભળવા આવતા.
ખેડામાં મહારાજશ્રી હતા ત્યારે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓ વિનંતિ ક૨વા આવ્યા કે આગામી ચાતુર્માસ-વિ. સં. ૧૯૫૬નું ચાતુર્માસ અમદાવાદમાં કરવામાં આવે. એમની વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો.
અમદાવાદમાં પ્રવેશ કરીને મહારાજશ્રીએ પાંજરાપોળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન એમણે પાંજરાપોળના નિર્વાહ માટે ઘણી મોટી રકમ એકત્ર કરાવી. તદુપરાંત મહારાજશ્રીએ શ્રાવકોમાં શ્રુતજ્ઞાનનો પ્રચાર થાય એ હેતુથી ‘જૈન તત્ત્વવિવેચક સભા' નામની સંસ્થાની સ્થાપના કરાવી.
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન પાટણના એક ગરીબ અનાથ છોકરાને શેઠ જેસિંગભાઈને ત્યાં નોકરીએ રાખવા એક ભાઈ લઈ જતા હતા. રસ્તામાં પાંજરાપોળના ઉપાશ્રયે તેઓ મહારાજશ્રીને વંદના કરવા ગયા. એ વખતે છોકરાએ શેઠને ઘરે રહેવાને બદલે ઉપાશ્રયે રહેવાની આગ્રહભરી ઇચ્છા દર્શાવી. છોકરો ઘણો તેજસ્વી હતો. તે ઉપાશ્રયમાં જ રહી ગયો અને પાઠશાળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org