________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૨ ૫
વિદ્યાર્થીઓના રસોડે જમવા લાગ્યો. છોકરાએ દીક્ષા લેવા માટે આગ્રહ કર્યો. પરંતુ તેની ઉંમર હજુ નાની હતી અને નાના છોકરાને દીક્ષા આપવાની ઘટનાથી ઊહાપોહ થવાનો સંભવ હતો. આથી એની નવ વર્ષની ઉંમર થતાં મહારાજશ્રી એને અને બીજા એક ભાઈ ત્રિભોવનદાસને દીક્ષા લેવી હતી તેમને કાસીન્દ્રા નામના નાના ગામે મોકલ્યા અને ત્યાં શ્રી સાગરજી મહારાજ તથા શ્રી સુમતિવિજયજી મહારાજને ત્યાં જઈ એ બન્નેને દીક્ષા આપવા માટે ભલામણ કરી તે મુજબ ધામધૂમ વિના દીક્ષા અપાઈ અને એ બાળકનું નામ રાખવામાં આવ્યું મુનિ યશોવિજયજી અને મહારાજશ્રીના શિષ્ય તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા. તેઓ થોડો વખત અન્યત્ર વિચરી ચાતુર્માસમાં મહારાજશ્રી સાથે જોડાઈ ગયા. આ તેજસ્વી બાલમુનિ મહારાજશ્રીના અત્યંત પ્રિય શિષ્ય હતા.
અમદાવાદના આ ચાતુર્માસ પછી ભાવનગરથી મહારાજશ્રીના વડીલ ગુરુબંધુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીનો સંદેશો આવ્યો. ગુરુમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પંન્યાસશ્રી ગંભીરવિજયજીને આજ્ઞા કરી હતી કે સમય થતાં તેમણે મહારાજશ્રી નેમિવિજયજીને યોગોદ્વહન કરાવવા. એ માટે શ્રી ગંભીરવિજયજીએ મહારાજશ્રીને ભાવનગર બોલાવ્યા હતા. મહારાજશ્રીની તબિયત એવી સારી ન હતી કે વિહારનો શ્રમ ઉઠાવી શકે. એટલે એ સમાચાર મળતાં તથા અમદાવાદના શ્રેષ્ઠીઓએ જાતે જઈ વિનંતી કરતાં શ્રી ગંભીરવિજયજી પોતે વિહાર કરીને અમદાવાદ પધાર્યા અને મહારાજશ્રીને “ઉત્તરાધ્યયનસૂત્ર'ના યોગોદ્ધહન કરાવ્યા અને વિ. સં. ૧૯૫૭નું ચાતુર્માસ પણ તેઓએ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે કર્યું. ત્યારપછી વિ. સં ૧૯૫૮નું ચાતુર્માસ પણ તેઓ બંનેએ અમદાવાદમાં જ કર્યું અને બીજા કેટલાક આગમોના પણ યોગોહન મહારાજશ્રીએ કરાવી લીધા. દરમિયાન શ્રી દાનવિજયજી મહારાજ ક્ષયની બીમારીને કારણે પાલિતાણામાં કાળધર્મ પામ્યાના સમાચાર આવતાં મહારાજશ્રીને પોતાના એક વિદ્યાગુરુને ગુમાવ્યાનું દુઃખ થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ પંન્યાસજી મહારાજ સાથે ભાવનગર તરફ વિહાર કર્યો.
વિ. સં. ૧૯૫૯નું ચાતુર્માસ મહારાજશ્રી પંન્યાસ શ્રી ગંભીરવિજયજી સાથે ભાવનગરમાં કર્યું. આ ચાતુર્માસ દરમિયાન પંન્યાસજીએ મહારાજશ્રીને ભગવતી સૂત્ર'ના મોટા યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. દરમિયાન ભાવનગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org