________________
શ્રી વિજયનેમિસુરિ મહારાજ
૪૨૩
બધી જવાબદારી ઉઠાવી લીધી અને તન, મન અને ધનથી ઘણો ભોગ આપ્યો. મહારાજશ્રીના હસ્તે ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ થયો. તદુપરાંત, થંભન પાર્શ્વનાથ ભગવાનની નીલરત્નની સાત ઇંચની ઐતિહાસિક પ્રતિમા વિ. સં. ૧૯૫૨માં ચોરાઈ ગઈ હતી અને પાછી મળી આવી હતી અને જે પરોણા તરીકે રાખવામાં આવી હતી તેની પ્રતિષ્ઠા પણ મહારાજશ્રીના હસ્તે ધામધૂમથી કરવામાં આવી.
ખંભાતમાં આ સમય દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની હતી. જર્મનીના વિદ્વાન ડો. હર્મન જેકોબીએ પાશ્ચાત્ય જગતને જૈન ધર્મનો પરિચય એ કાળે કરાવ્યો હતો. જર્મનીમાં રહી, ત્યાં ઉપલબ્ધ હસ્તપ્રતને આધારે એમણે જૈન ધર્મના કેટલાક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું હતું. પરંતુ આચારાંગ” આગમના એમના સંપાદને ભારતના જૈનોમાં વિવાદ જગાવ્યો હતો, કારણ કે તેમણે એવું પ્રતિપાદન કર્યું હતું કે જૈન આગમોમાં માંસાહારનું વિધાન છે. આથી મહારાજશ્રી અને મુનિ આનંદ-સાગરજી (સાગરજી મહારાજ)એ-સાથે મળીને “પરિહાર્ય-મીમાંસા' નામની પુસ્તિકા લખીને ડૉ. જેકોબીનાં વિધાનોનો આધારસહિત વિરોધ કર્યો હતો. ડૉ. જેકોબી જ્યારે ભારત આવ્યા ત્યારે ખંભાત મહારાજશ્રીને મળવા ગયા હતા. તેઓ ઘણી બધી શંકાઓ લઈને આવ્યા હતા. પરંતુ બે દિવસોના રોકાણમાં તેમની મુખ્ય મુખ્ય શંકાઓનું સમાધાન થઈ ગયું. આથી જ એમણે પોતાની ભૂલોનો લેખિત એકરાર કરી લીધો હતો.
વિ. સં. ૧૯૫૫નું ચાતુર્માસ ખંભાતમાં કરી મહારાજશ્રી પેટલાદ પધાર્યા. વિ. સં. ૧૯૫૬ની આ સાલ હતી. એ વર્ષે ભયંકર દુકાળ પડ્યો હતો અને છપ્પનિયા દુકાળ તરીકે એ ઓળખાયો હતો. એમાં કેટલાક સ્થળે માણસો મરવા લાગ્યા હતા. વળી અબોલ પશુઓની સ્થિતિ વધુ દયાજનક હતી. લોકો પાસે પોતાનાં ઢોરોને ખવડાવવા માટે ઘાસચારો કે એના પૈસા નહોતા. એટલે તેઓ કસાઈને ઢોરો વેચી દેતા. મહારાજશ્રીને લાગ્યુ કે ઢોરોને બચાવવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.
એક દિવસ પેટલાદમાં મહારાજશ્રી ઉપાશ્રયમાં બેઠા હતા ત્યાં રસ્તા પર નજર પડતાં જોયું કે કોઈક માણસ કેટલીક ભેંસોને લઈ જતો હતો. એની ચાલ અને એના હાવભાવ ઉપરથી મહારાજશ્રીને લાગ્યું કે જરૂર તે કસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org