________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૨ ૧
.
.
..
.
.
..
.
..
પાલિતાણાના ઠાકોરને શત્રુંજય તીર્થ અંગે જૈનો સાથે ઘર્ષણ ચાલતું હતું. પરંતુ પંજાબી નીડર મુનિ દાનવિજયજી વ્યાખ્યાનમાં વારંવાર ઉબોધન કરતાં કે ઠાકોરની આપખુદી ચલાવી લેવી ન જોઈએ. આથી ઠાકોર શ્રી દાનવિજયજી ઉપર ચાંપતી નજર રાખતા. શ્રી નેમિવિજયજીને લાગ્યું કે આ સંઘર્ષ અત્યારે વધારવામાં સાર નથી. શ્રી દાનવિજયજીની ઉપસ્થિતિથીએ વધવાનો સંભવ છે અને બધાના દેખતાં વિહાર કરીને જાય તો પણ તર્કવિતર્ક થવાનો સંભવ છે. એટલે મહારાજશ્રીએ તેઓને પરોઢિયે પાલિતાણા રાજ્યની બહાર મોકલી દિીધા, અને પોતે ત્યાં રોકાઈ વાતાવરણ શાંત કરાવ્યું. પાલિતાણાથી વિહાર કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. દાનવિજયજી મહારાજ તે પહેલાં અમદાવાદ આવી ગયા હતા અને પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજમાન હતા. એમણે તે વખતે તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યાનો ચાલુ કર્યા હતાં. તેમને સાંભળવા માટે શ્રાવકોની સંખ્યા ઘણી વધી હતી. શ્રી દાનવિજયજી મહારાજ ઘણા વિદ્વાન હતા, દેખાવે તેજસ્વી હતા, શાસ્ત્રજ્ઞ હતા અને સરસ વકતા હતા, એટલે એમની વાણીનું આકર્ષણ ઘણાને થયું હતું. એવામાં એમની તબિયત બગડી. આરામ માટે શેઠ હઠીસિંગની વાડીએ તેઓ ગયા. તેમણે વ્યાખ્યાનની જવાબદારી મહારાજશ્રી નેમિવિજયજીને સોંપી. અમદાવાદ જેવું મોટું નગર, પાંજરાપોળનો ઉપાશ્રય, જાણકાર પ્રતિષ્ઠિત શ્રોતાવર્ગ, એમાં મહારાજશ્રી નેમિવિજયજીનું પહેલી વાર પધારવું, તેમ છતાં એમણે તત્ત્વાર્થસૂત્ર ઉપર એવાં સરસ વ્યાખ્યાનો આપ્યાં કે મહારાજશ્રીને ચાતુર્માસ ત્યાં જ કરવા આગ્રહભરી વિનંતી થઈ. એ વખતે શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હઠીસિંહ કેસરીસિંહ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ધોળશાજી, શેઠ મણિભાઈ પ્રેમાભાઈ, શેઠ પાનાચંદ હકમચંદ, શેઠ ડાહ્યાભાઈ દેવતા વગેરે ખ્યાતનામ શ્રેષ્ઠીઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા.
અમદાવાદના વિ. સં. ૧૯૫૩ના ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરીને કપડવંજ પધાર્યા હતા. તે વખતે ખંભાતથી શેઠ શ્રી અમરચંદ પ્રેમચંદના પુત્ર શ્રી પોપટલાલ અમરચંદ ને બીજા શ્રેષ્ઠીઓ કપડવંજ આવ્યા અને મહારાજશ્રીને ખંભાતમાં વિ. સં. ૧૯૫૪નું ચાતુર્માસ કરવાની વિનંતી કરી. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને યથાસમયે ખંભાત ચાતુર્માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org