________________
૪૨૨
પ્રભાવક સ્થવિરો
માટે પધાર્યા.
શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ એ ખંભાતની એક અનોખી પ્રતિભા હતી. તેઓ ખૂબ ધન કમાતા, પરંતુ પોતાના પરિગ્રહ પરિમાણના વ્રતનું ચુસ્ત પાલન કરવા માટે પ્રતિવર્ષ ઘણું ધન ધર્મકાર્યોમાં અને સાધર્મિકોને મદદ કરવામાં વાપરતા. એમણે સિદ્ધાચલ, આબુ, કેસરિયાજી, સમેતશિખર એમ જુદા જુદા મળી આઠ વખત છ'રી પાળતા સંઘ કાઢ્યા હતા. સાતેક વખત તેમણે ઉપધાન કરાવ્યાં હતાં. બારવ્રતધારી શ્રી અમરચંદભાઈએ મહારાજશ્રીના ઉપદેશથી “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના માટે મોટું આર્થિક યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓને એમાં ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત ભાષા, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કરાવવા માટે ઉત્તર ભારતમાંથી પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. (આ પાઠશાળામાંથી જ અભ્યાસ કરીને ઉજમશીભાઈ ઘીયાએ મહારાજશ્રી પાસેથી દીક્ષા લીધી હતી અને તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા.)
આ પાઠશાળા ઉપરાંત મહારાજશ્રીએ એક “જંગમ પાઠશાળા'ની સ્થાપના કરી. મહારાજશ્રીની સાથે જ એ વિદ્યાર્થીઓ વિહાર કરે અને દરેક ગામમાં પોતાની સ્વતંત્ર રહેવા-જમવાની વ્યવસ્થા કરી મહારાજની પાસે અભ્યાસ કરે.
- ચાતુર્માસ પૂર્ણ થતાં શેઠશ્રી અમરચંદભાઇએ સિદ્ધાચલનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી. ખંભાતમાં પાઠશાળાનાં અને બીજાં કેટલાંક કામો અધુરાં હતાં તેમ છતાં મહારાજશ્રી સંઘમાં જોડાયા. એમની નિશ્રાને લીધે મોટો સંઘ નીકળ્યો અને લોકોની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ. શેઠ અમરચંદભાઈને પણ જીવનનું એક છેલ્લું મોટું કાર્ય કર્યાનો સંતોષ થયો.
ખંભાતનાં અધૂરાં કાર્યોને લીધે બીજું ચાતુર્માસ પણ ખંભાતમાં કરવાનો મહારાજશ્રીને આગ્રહ થયો. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીની પ્રેરણાથી જીર્ણોદ્ધારનું એક મહત્ત્વનું કાર્ય એ થયું કે ખંભાતમાં જુદા જુદા વિસ્તારમાં એવાં ઓગણીસ જેટલાં દેરાસર જીર્ણ થઈ ગયાં હતાં. વળી શ્રાવકોની વસ્તી પણ ત્યાં ઘટી ગઈ હતી. દેરાસરોના નિભાવની પણ મુશ્કેલી હતી. આથી એ બધાં દેરાસરોની પ્રતિમા જીરાવલા પાડાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી ત્યાં પધરાવવાનું નક્કી થયું. શેઠ અમરચંદભાઈના પુત્ર પોપટભાઇએ એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org