________________
૪૨૦
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રી રાધનપુર પધાર્યા. રાધનપુરમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો ઘણો મોટો પ્રભાવ પડવા લાગ્યો અને દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. મહારાજશ્રી રાધનપુરમાં હતા ત્યારે એક વખત તેઓ હરિભદ્રસૂરિકૃત “અષ્ટક' વાંચતા હતા. હરિભદ્રસૂરિનો આ ગ્રંથ એટલો પવિત્ર અને પૂજનીય મનાય છે કે એ ગ્રંથ માટે પણ શ્રાવકો અને સાધુભગવંતો “જી' લગાડી “અષ્ટકજી' બોલે છે. મહારાજશ્રી એ ગ્રંથનું વાંચન કરતા હતા ત્યારે કેટલાક શ્રાવકો મળવા આવ્યા. તેઓએ સહજ જિજ્ઞાસાથી પૂછયું:
સાહેબ, કયા ગ્રંથનું વાંચન ચાલે છે?' “અષ્ટકજી'નું', મહારાજશ્રીએ કહ્યું. અષ્ટક'નું ? સાહેબ, આપનો દીક્ષાપર્યાય કેટલો?” સાત વર્ષનો. કેમ પૂછવું પડ્યું?'
“સાહેબ, અવિનય થાય તો ક્ષમા કરશો, પણ અષ્ટકજી તો વીસ વર્ષના દીક્ષા પર્યાય થાય પછી જ વાંચી શકાય.'
ભાઈ, હું તો એમાં ૧૪ સ્વર અને ૩૩ વ્યંજન લખ્યા છે તે વાંચું છું. બાકી તમે કહો છો એવો નિયમ કોઈ ગ્રંથમાં વાંચ્યો નથી. તમે વાંચ્યો હોય તો જણાવો.”
પણ એવું કોઈ ગ્રંથમાં લખ્યું હોય તો શ્રાવકો જણાવે ને? વસ્તુતઃ એ દિવસોમાં સંસ્કૃત ભાષાનો અને શાસ્ત્રોનો અભ્યાસ ઘટી ગયો હતો એટલે જ આવી વાત ક્યાંક પ્રચલિત થઈ હશે !
રાધનપુરથી વિહાર કરીને મહારાજશ્રી શંખેશ્વરથી વઢવાણ પધાર્યા અને વિ. સં. ૧૯૫૨નું ચાતુર્માસ વઢવાણમાં કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી લીંબડી પધાર્યા. ત્યાં મુનિ આનંદસાગર (સાગરજી મહારાજ) મળ્યા. મુનિ આનંદસાગર વય તથા દીક્ષાપર્યાયમાં નાના હતા. વળી ભાષા, વ્યાકરણ તથા શાસ્ત્રાભ્યાસ કરવા માટે બહુ ઉત્સુક હતા. એટલે મહારાજશ્રીએ એમને કેટલાક દિવસ સાથે રહીને વ્યાકરણનો અભ્યાસ કરાવ્યો. ત્યારપછી મહારાજશ્રી વિહાર કરીને પાલિતાણા પધાર્યા.
પાલિતાણામાં ત્યારે શ્રી દાનવિજયજી બિરાજતા હતા. તેઓ વિદ્વાન અને તાર્કિકશિરોમણિ હતા. તેમની વ્યાખ્યાનશૈલી પણ છટાદાર હતી. એ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org