________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૧૯
ખાવાપીવાનો ઘણો શોખ હતો. રોજ જમવામાં પેંડા વગર એમને ચાલતું નહિ. બીડી વગેરેનું પણ એમને વ્યસન હતું. આથી કુટુંબના સભ્યો દીક્ષા લેતાં એમને અટકાવતાં હતાં. કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમ છતાં તેમણે મક્કમ રહીને મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. એમનું નામ સુમતિવિજય રાખવામાં આવ્યું. દીક્ષા લીધી એટલે તરત એમનાં વ્યસનો અને શોખ કુદરતી રીતે છૂટી ગયાં. તેઓ મહારાજશ્રીના સાન્નિધ્યમાં સંયમ–જીવન સારી રીતે પાળવા લાગ્યા.
જામનગરમાં ચાતુર્માસની બીજી એક મહત્ત્વની ફલશ્રુતિ એ હતી કે મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજી તથા ગિરનારનો છ'રી પાળતો સંઘ કાઢવામાં આવ્યો. મહારાજશ્રીને તીર્થયાત્રા સંઘનો આ પ્રથમ જ અનુભવ હતો. પણ એ અનુભવ એટલો સરસ થયો હતો કે પછી તો મહારાજશ્રીના ચાતુર્માસ પછી ઘણે સ્થળેથી તીર્થયાત્રા સંઘનું આયોજન થવા લાગ્યું.
મહારાજશ્રીને દીક્ષા લીધાને લગભગ છ વર્ષ થઈ ગયાં હતાં. દીક્ષા લીધા પછી તેઓ પોતાના વતનમાં પધાર્યા નહોતા. આથી મહુવાના સંઘે તેમને વિ. સં. ૧૯૫૧નું ચાતુર્માસ મહુવામાં કરવા માટે પધારવાની આગ્રહભરી વિનંતી કરી. જામનગરના ચાતુર્માસ અને તીર્થયાત્રા સંઘ પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ જ્યારે મહુવામાં પ્રવેશ કર્યો ત્યારે મહોત્સવપૂર્વક એમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. દીક્ષા પછી મહારાજશ્રીનો મહુવામાં આ પ્રથમ પ્રવેશ હતો. એમનાં માતાપિતા હયાત હતાં. મહારાજશ્રી એમના ઘરે વહોરવા પધાર્યા ત્યારે પોતાના દીક્ષિત પુત્રને વહોરાવતાં તેઓ ગદગદિત થઈ ગયાં હતાં.
મહુવામાં મહારાજશ્રીએ મૈત્રી આદિ ચાર ભાવના ઉપર સરસ વ્યાખ્યાનો આપ્યાં. એમનો અવાજ બુલંદ હતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે વિશાળ જનમેદની ઉપસ્થિત રહેતી. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીના હસ્તે બે મહત્ત્વનાં કાર્યો થયાં : (૧) એમની પ્રેરણાથી મહુવામાં પાઠશાળા સ્થાપવામાં આવી અને એને માટે દાનની રકમ મહારાજશ્રીના બહારગામના બે ભક્તો તરફથી મળી તેમજ (૨) મહારાજશ્રીના હસ્તે મહુવાના એક ગૃહસ્થને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિ સૌભાગ્યવિજયજી રાખવામાં આવ્યું.
મહુવાના ચાતુર્માસ પછી શત્રુંજય, શંખેશ્વર વગેરે તીર્થોની યાત્રા કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org