________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
બીજા શ્રાવકો આશ્ચર્યચકિત થઈ ગયા. વ્યાખ્યાન પૂરું થતાં તેઓએ નેમિવિજયજીની વ્યાખ્યાનશક્તિનાં ભારોભાર વખાણ કર્યાં અને ગુરુમહારાજ આગળ જઈને પણ એ વાતની ખૂબ પ્રશંસા કરી.
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ શ્રી નેમિવિજયજીને વડી દીક્ષા આપવાના હતા, પરંતુ યોગોદ્વહન કરાવી વડી દીક્ષા આપી શકે એવું મૂળચંદજી મહારાજના કાળધર્મ પછી કોઈ રહ્યું નહોતું. એટલે મહારાજશ્રીએ નેમિવિજયને પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી પાસે મોકલ્યા. પં. પ્રતાપવિજયજીએ યોગોદ્દહન કરાવી નેમિવિજયજીને વડી દીક્ષા આપી, એ પછી નેમિવિજયજી વિહાર કરી પોતાના ગુરુમહારાજ પાસે પાછા ફર્યા.
એ દિવસોમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ભાવનગરમાં સ્થિરતા કરી લીધી હતી, કારણ કે એમને સંગ્રહણીનો અને સંધિવાનો ભારે વ્યાધિ લાગુ પડી ગયો હતો. પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ચારિત્રપાલનમાં, સ્વાધ્યાયમાં, શિષ્યોને અભ્યાસ કરાવવામાં કડક નિયમોનું પાલન કરાવવાવાળા હતા. તત્ત્વ-પદાર્થની તેમની જાણકારી ઘણી જ સારી હતી એટલે ગૃહસ્થો પણ તેમની પાસે શંકાસમાધાન તથા જ્ઞાનગોષ્ઠિ માટે આવતા. એ વખતે શ્રી અમરચંદ જશરાજ, શ્રી કુંવરજી આણંદજી વગેરે રાત્રે આવતા અને બાર-એક વાગ્યા સુધી ચર્ચા થતી. મહારાજશ્રીની તબિયત સારી રહેતી નહિ, છતાં તેઓ પોતે કોઈને ‘હવે તમે જાવ' એમ કહેતા નહિ. મહારાજશ્રી નેમિવિજયજીએ જોયું કે ગુરુમહારાજને બહુ તકલીફ પડે છે. એક દિવસ ગુરુમહારાજથી નેમિવિજયજીને કહેવાઈ ગયું, ‘જો નેમા, મારું શરીર ચાલતું નથી અને આ લોકો રોજ મને ઉજાગરા કરાવે છે.’
૪૧૭
તે દિવસે રાત્રે શ્રાવકો આવ્યા ત્યારે મહારાજશ્રી નેમિવિજયજીએ શ્રાવકોને કહી દીધું કે ‘તમે બધા ગુરુમહારાજની ભક્તિ કરવા આવો છો કે ઉજાગરા કરાવવા ?’ સમજુ શ્રાવકો તરત વાત સમજી ગયા અને બીજા દિવસથી વહેલાં આવવા લાગ્યા અને વહેલાં ઊઠવા લાગ્યા.
મહારાજશ્રી નેમિવિજયજી સળંગ ચાર ચાતુર્માસ પોતાના ગુરુમહારાજ સાથે ભાવનગરમાં રહ્યા. ગુરુમહારાજની વૈયાવચ્ચ અને પોતાના સ્વાધ્યાયની દૃષ્ટિએ એ બહુ જરૂરી હતું. એથી મહારાજશ્રીનો શાસ્ત્રાભ્યાસ ઘણો સારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org