________________
૪૧ ૨
પ્રભાવક સ્થવિરો
હવે બીજો કંઈ ઉપાય નહોતો. પિતાશ્રીએ એમને ભાવનગર પાછા જવાની મનાઈ ફરમાવી દીધી. એક દિવસ નેમચંદભાઈએ પોતાના મિત્રો સાથે વાત કરતાં કહી દીધું કે પોતે દીક્ષા લેવાના છે. એ વાત જ્યારે પિતાશ્રી લક્ષ્મીચંદભાઈના જાણવામાં આવી ત્યારે તેમણે નેમચંદભાઈની અવર-જવર ઉપર કડક જાપ્તો રાખવો ચાલુ કરી દીધો. ઘરમાં પણ બધાને તે પ્રમાણે સૂચના આપી દીધી. આથી નેમચંદભાઈની મુંઝવણ વધી ગઈ.
લક્ષ્મીચંદભાઈને લાગ્યું કે પુત્ર નેમચંદભાઈનો દીક્ષા લેવાનો વિચાર પાકો છે. પરંતુ હજી એમની વય કાચી છે અને તે અણસમજુ છે. કેટલીક બાબતોમાં ઘરના સ્વજનો કરતાં ત્રાહિત સમજાવે તો તેની અસર વધુ પડે. એટલે લક્ષ્મીચંદભાઈએ પોતાના એક મિત્ર રૂપશંકરભાઈને ભલામણ કરી કે તેઓ નેમચંદભાઈને સમજાવે. રૂપશંકરભાઈએ નેમચંદભાઈને એક દિવસ પોતાના ઘરે બોલાવીને, વાતમાંથી વાત કાઢીને દીક્ષા ન લેવા માટે સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ સમજાવી ન શક્યા. રૂપશંકરભાઈને ખાતરી થઈ કે નેમચંદભાઈ દીક્ષા લેવાના પોતાના વિચારમાં અડગ છે. આમ છતાં મહુવાના ન્યાયાધીશ જો સમજાવે તો તેની વધુ અસર પડે. લક્ષ્મીચંદભાઈને પૂછીને તેઓ નેમચંદભાઈને ન્યાયાધીશને ઘેર લઈ ગયા. ન્યાયાધીશે સામ, દામ, ભેદ, દંડ એમ જુદી જુદી રીતે નેમચંદભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ધમકી પણ આપી કે જો તેઓ દીક્ષા લેશે તો તેમની ધરપકડ કરી હાથે પગે બેડી પહેરાવી તેમને કેદમાં પૂરવામાં આવશે. પરંતુ ન્યાયાધીશે જોયું કે આવી ધમકીની આ કિશોર ઉપર કંઈ અસર થઈ નથી. એટલું જ નહિ પણ કિશોરના એકે-એક જવાબ તર્કયુક્ત, બુદ્ધિગમ્ય, સાચા અને સચોટ હતા. આથી તેઓ પાછા ફરતા હતા ત્યારે ન્યાયાધીશે રૂપશંકરભાઈને બાજુમાં બોલાવીને જણાવી દીધું કે આ છોકરો કોઈ પણ સંજોગોમાં દીક્ષા લીધા વગર રહેવાનો નથી.
એક બાજુ લક્ષ્મીચંદભાઈએ નેમચંદભાઈ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધાં હતાં, તો બીજી બાજુ નેમચંદભાઈ ઘરમાંથી છટકીને ભાગી જવાનો ભાગ શોધી રહ્યા હતા. એ વખતે ગામમાં પિતાવિહોણા એક કિશોર દુર્લભજીને પણ દીક્ષા લેવાની ઇચ્છા હતી. એટલે તેમચંદભાઈએ એની સાથે દોસ્તી બાંધી. મહુવાથી ભાગીને ભાવનગર કેવી રીતે પહોંચવું એનો તેઓ બંને ઉપાય વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org