________________
૪૧૪
પ્રભાવક સ્થવિરો
દુર્લભજીભાઈના પિતા નહોતા અને માતાનો ખાસ કંઈ વિરોધ નહોતો એટલે એમને દીક્ષા આપવાની વાતનો વૃદ્ધિચંદ્રજી મહારાજે સ્વીકાર કર્યો. પરંતુ નેમચંદભાઈને દીક્ષા આપવાની તો સ્પષ્ટ ના કહી દીધી.
યોગ્ય મુહૂર્ત જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે દુર્લભજીભાઈને વિધિપૂર્વક દીક્ષા આપી. નેમચંદભાઈ ઉપાશ્રયમાં રહેતા અને જશરાજભાઈના ઘરે જમવા જતા. માતા-પિતાની સંમતિ લેવા માટે પાછા મહુવા જવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમને સંમતિ મળવાની જ નથી. આથી તેઓ મૂંઝાયા હતા અને કંઈક વચલો રસ્તો વિચારતા હતા. આમ પણ તેઓ બુદ્ધિશાળી હતા. એટલે એમણે એક અનોખો રસ્તો વિચારી કાયો. ઉપાશ્રયમાં વૃદ્ધિચંદ્રજી મહારાજના એક શિષ્ય રત્નવિજયજી નામના હતા. તેમની વૈયાવચ્ચ કરીને નેમચંદભાઈએ તેમને પ્રસન્ન કર્યા. પછી તેમની પાસેથી સાધુનાં વસ્ત્રો માગ્યાં અને સમજાવ્યું કે, “ગુરુમહારાજ મને દીક્ષા નથી આપતા એટલે હું મારી મેળે સાધુનાં કપડાં પહેરી લેવા ઇચ્છું છું. એમાં તમારી કંઈ જવાબદારી નથી.” એમ કહી સાધુનાં વસ્ત્રો નેમચંદભાઈએ પહેરી લીધાં, પરંતુ ઓઘો લાવવો ક્યાંથી ? ઉપાશ્રયમાં સ્વર્ગસ્થ ગચ્છનાયક શ્રી મૂળચંદજી મહારાજનો ઓળો સાચવીને રાખવામાં આવ્યો હતો. એ ઓઘો નેમચંદભાઈએ રત્નવિજયજી દ્વારા મેળવી લીધો. પછી તેઓ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવીને સાધુના વેશમાં ઊભા રહ્યા. વૃદ્ધિચંદ્રજી તો તેમને જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું: “અરે, નેમચંદ, તને દીક્ષા કોણે આપી ?' નેમચંદભાઈએ કહ્યું, ગુરુમહારાજ, મેં મારી મેળે જ સાધુનો વેશ પહેરી લીધો છે અને તે હવે છોડવાનો નથી. માટે આપ મને હવે દીક્ષાની વિધિ કરાવો.”
વૃદ્ધિચંદ્રજી મહારાજ દ્વિધામાં પડી ગયા. પરિસ્થિતિનો તાગ મેળવતાં એમને જણાયું કે હવે દીક્ષાનો વિધિ કરી લેવો તે જ યોગ્ય માર્ગ છે.
વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષાની વિધિ કરાવી લીધી અને નેમચંદભાઈનું નામ મુનિ નેમિવિજયજી પાડ્યું. આ રીતે વિ. સં. ૧૯૪પમાં જેઠ સુદ ૭ના દિવસે નેમચંદભાઈ મુનિ નેમિવિજયજી બન્યા.
આ બાજુ મહુવામાં ખબર પડી ગઈ કે નેમચંદભાઈ અને દુર્લભજી ઊંટ ઉપર બેસી ભાવનગર ભાગી ગયા છે. એટલે લક્ષ્મીચંદભાઈ વિમાસણમાં પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org