________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
રહ્યા હતા. એ દિવસોમાં નજીકના સ્થળે લોકો પગે ચાલીને જતા. દૂર જવું હોય તો ગાડું, ઊંટ, ઘોડા વગેરેનો ઉપયોગ કરતા. બંને કિશોરોને ગામમાં ખબર ન પડે એ રીતે રાતને વખતે ભાગી જવું હતું અને ભાવનગર જલદી પહોંચવું હતું. એટલે ગામને પાદરે કબ્રસ્તાન પાસે રહેતા એક ઊંટવાળા સાથે ભાવનગર જવાની ગોઠવણ કરી. બમણું ભાડું મળવાની શરતે ઊંટવાળો અડધી રાતે જવા સંમત થયો.
રાતને વખતે નેમચંદભાઈ કંઈક બહાનું કાઢીને ઘરમાંથી છટકી ગયા અને દુર્લભજીને ઘરે પહોંચ્યા અને પછી તેઓ બંને ઊંટવાળા પાસે પહોંચ્યા. ઊંટવાળાએ તરત નીકળવાની ના કહી અને મળસ્કે ચાર વાગે પોતે નીકળશે એમ જણાવ્યું. હવે આટલો સમય ક્યાં પસાર કરવો એ આ બંને કિશો૨ મિત્રો માટે ચિંતાનો પ્રશ્ન થઈ પડ્યો. ઘરે પાછા જવાનો કોઈ અર્થ નહોતો. એટલે તેઓ બંને બાજુમાં કબ્રસ્તાનમાં આખી રાત સંતાઈને બેસી રહ્યા. સવારે ચાર વાગે તેઓએ ઊંટવાળાને ઉઠાડ્યો. થોડીઘણી આનાકાની પછી ઊંટવાળો તેમને લઈ જવા સંમત થયો. ઊંટ ઉપર તેઓ બંને સવાર થયા. ઊંટ ભાવનગરના રસ્તે ચાલવા લાગ્યું. ઊંટ ઉપર બેસવાનો તેઓનો આ પહેલો અનુભવ હતો. ઊંટની સવારી હાડકાં દુઃખવનારી હોય છે. એટલે તેઓ જ્યારે અફ઼ધે પહોંચ્યા ત્યારે તો થાકીને લોથ થઈ ગયા હતા. વળી એવામાં વરસાદ પડવા લાગ્યો હતો. રસ્તામાં એક નદી પાર કરવાનું સાહસ પણ કરવું પડ્યું હતું. રાત પડતાં એક ફકીરની ઝૂંપડીમાં તેઓને મુકામ કરવો પડ્યો હતો. બીજે દિવસે તળાજા, ભડીભંડારિયા વગેરે ગામોમાં થઈને તેઓ આગળ વધ્યા. રસ્તામાં કોઈક શ્રાવકને ત્યાં સ્નાન-ભોજનની વ્યવસ્થા પણ કરી લીધી. એમ કરતાં તેઓ ભાવનગર પહોંચ્યા. ઊંટવાળાને ભાડું ચૂકવ્યું અને શેઠ જશરાજભાઈના ઘરે તેઓ ગયા. તેઓ બંને દીક્ષા લેવાની ભાવનાથી મહુવાથી ભાગી આવ્યા છે એ વાત એમણે જશરાજભાઈને કરી. જશરાજભાઈએ તેઓની ભોજન વગેરે દ્વારા આગતાસ્વાગતા કરી અને પછી તેઓ બંનેને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે લઈ ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે તેઓ બંનેએ દીક્ષા લેવાની વાતનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે, માતા-પિતાની સંમતિ વગર પોતે કોઈને દીક્ષા આપતા નથી.
Jain Education International
૪૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org