________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૧૧
નેમચંદભાઈને હવે કામધંધે લગાડવા જોઈએ. મહુવામાં શ્રી કરસન કમાની પેઢી ચાલતી હતી. તેમાં કિશોર નેમચંદભાઈને નોકરીએ મૂકવામાં આવ્યા. નેમચંદભાઈ એ કામમાં પણ હોશિયાર થઈ ગયા. પરંતુ નેમચંદભાઈને ભણવામાં અને દેરાસરમાં પ્રભુભક્તિમાં જેટલો રસ પડતો હતો તેના કરતાં ઓછો પડતો હતો. પંદરેક વર્ષના એક કિશોર તરીકે નેમચંદભાઈ દઢ આત્મવિશ્વાસવાળા, બુદ્ધિશાળી, વિવેકી અને વિનમ્ર હતા. એમની આગળ ભણવાની ધગશ જોઈને લમીચંદભાઈને વિચાર થયો કે ભાવનગરમાં પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા-સાહિત્ય અને ધાર્મિક સૂત્રો ભણાવે છે, તો તેમચંદભાઈને ભાવનગર મોકલવા. પત્ર લખીને એમણે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સંમતિ મેળવી અને સથવારો જોઈને એમણે એક શુભ દિવસે નેમચંદભાઈને ભાવનગર વિદ્યાભ્યાસ માટે મોકલ્યા.
કિશોર નેમચંદભાઈ પિતાની આજ્ઞા લઈને ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે સંસ્કૃત ભાષાનો અને ધાર્મિક અભ્યાસ કરવા આવી પહોંચ્યા. ભાવનગરમાં ઉપાશ્રયમાં આવીને મહારાજશ્રીને પોતાના આગમનની જાણ કરી એટલે મહારાજશ્રીએ એમને માટે વ્યવસ્થા કરતાં જણાવ્યું કે “ભાઈ નેમચંદ, તારે માટે નહાવા-ધોવાનું અને જમવાનું શેઠ જશરાજભાઈને ત્યાં રાખ્યું છે અને દિવસરાત રહેવાનું અહીં ઉપાશ્રયમાં રાખ્યું છે. બોલ તને ફાવશે ને?” નેમચંદભાઈએ તે માટે પોતાની તરત સંમતિ દર્શાવી.
તે દિવસથી જ તેમનો અભ્યાસ ચાલુ થયો. જેમ જેમ તેઓ અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમને એમાં રસ પડતો ગયો. વળી ત્યાગ-વૈરાગ્યનો રંગ પણ તેમને લાગતો ગયો. એક દિવસ રાતના વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે, “ઘર-સંસાર કરતાં સાધુજીવન કેટલું બધું ચઢિયાતું છે!” તેમની આ ભાવનાનું ઉત્તરોત્તર પોષણ થતું રહ્યું. તે એટલી હદ સુધી કે એમનાં દાદીમા ગુજરી ગયાના સમાચાર પિતાશ્રીએ લખ્યા, ત્યારે મહુવા જવાને બદલે તેમણે પિતાશ્રીને સંસારની ક્ષણભંગુરતા સમજાવતો પત્ર લખ્યો. આ પત્રથી પિતાશ્રીને શંકા ગઈ કે રખેને નેમચંદભાઈ દીક્ષા લઈ લે. એટલે એમણે નેમચંદભાઈને કંઈક ખોટું બહાનું કાઢીને તરત મહુવા પાછા બોલાવી લીધા.
મહુવા આવતાં નેમચંદભાઈ પિતાશ્રીની આ યુક્તિ સમજી ગયા. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org