________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
પણે શોભાવનાર, તીર્થોદ્વાર, તીર્થરક્ષા, ઉપધાન, છ'રી પાળતા સંઘો, જીવદયા, ધર્મશાળા, પાઠશાળા, દુષ્કાળરાહત, આયંબિલ-શાળા, ઉપાશ્રયો વગેરે પ્રકારનાં કાર્યોમાં ઘણું મોટું અને મહત્ત્વનું યોગદાન આપનાર, વિદ્વાન શિષ્યો તૈયા૨ કરનાર અને જ્ઞાનપ્રકાશની મોટે પાયે પ્રવૃત્તિ ઉપાડનાર, જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરાવનાર, સિદ્ધચક્રપૂજન, અર્હતપૂજન વગેરે ભુલાઈ ગયેલાં પૂજનોનાં વિધિવિધાનને શાસ્ત્રસંમત રીતે પુનર્રચલિત કરાવનાર, છેલ્લાં અઢીસો વર્ષના ગાળામાં યોગોહનપૂર્વક થનાર પ્રથમ આચાર્ય એવા પૂજ્ય શ્રી વિજયનેમિસૂરિનો જેમ વિશાળ શિષ્યસમુદાય હતો તેમ સુવિશાળ શ્રાવકસમુદાય પણ હતો. એથી જ એમના હાથે એમના જમાનામાં લાખો રૂપિયાનાં કાર્યો ઠે૨ ઠે૨ સુવ્યવસ્થિત રીતે થયેલાં, જેનો પ્રભાવ આજ દિવસ સુધી અનુભવાય છે.
પૂ. નેમિસૂરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ એકમના દિવસે સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયો હતો. બેસતા વર્ષના પવિત્ર પર્વના દિવસે પુત્રનો જન્મ થવો એ કોઈ પણ કુટુંબ માટે અત્યંત આનંદની વાત હોય. એમના પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા દિવાળીબહેન એ બંનેના હર્ષનો પાર નહોતો. દિવાળીના પર્વના દિવસો પછી બીજે દિવસે નૂતન વર્ષ આવે છે. દિવાળીબહેનનું નામ પણ આ રીતે સાર્થક થયું, એમાં પણ કોઈ શુભ યોગ રહેલો હતો. બાળકના જન્મ પછી લક્ષ્મીચંદભાઇએ મહુવાના વિદ્વાન જ્યોતિષી શ્રી વિષ્ણુભાઈ ભટ્ટને બોલાવી, જન્મસમયની વિગતો આપી બાળકની જન્મકુંડલી બનાવી આપવાનું કહ્યું, ત્યારપછી એમને ઘેર જ્યારે લક્ષ્મીચંદભાઈ બાળકની કુંડલી લેવા ગયા ત્યારે જ્યોતિષી પણ એ કુંડલીથી આશ્ચર્યચકિત થયા હતા. એમણે કહ્યું, ‘આ તો કોઈ ઊંચા પ્રકારની કુંડલી છે. તમારા પુત્રનો જન્મ-લગ્ન એ કુંભ લગ્ન છે. જે વ્યક્તિનો જન્મ-લગન તે કુંભ લગ્ન હોય તો તેવી વ્યક્તિ મહાન સાધુ થાય એવું અમારું જ્યોતિષશાસ્ત્ર કહે છે. જોષીઓમાં કહેવાય છે કે, કુંભ લગ્નકા પૂત, હોવૅ બડા અવધૂત.' એટલે તમારો પુત્ર આગળ જતાં મહાન જૈન સાધુ થાય એવી સંભાવના મને આ કુંડલી જોતાં જણાય છે.’
આ સાંભળી લક્ષ્મીચંદભાઈના આનંદનો પાર ન રહ્યો. ઘરે આવીને
Jain Education International
૪૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org